ક્યાં છે દુનિયાનો Happiest Zone? આ દેશના લોકોને કેમ કહેવાય છે સૌથી સુખી? અહીંના લોકો કઈ રીતે રહે છે હંમેશા ખુશ!

ક્યાં છે દુનિયાનો Happiest Zone? આ દેશના લોકોને કેમ કહેવાય છે સૌથી સુખી? અહીંના લોકો કઈ રીતે રહે છે હંમેશા ખુશ!

સુરજ સોલંકી, અમદાવાદઃ દુનિયાનો એક વિસ્તાર છે સ્કેંડિનેવિયા અથવા નૉર્ડિક પ્રાયદ્વીપનું ક્ષેત્ર. અહીંના ઘણાં દેશો દુનિયાના સૌથી ખુશહાલ દેશોની યાદીમાં World Happiness Report 2022માં સૌથી ઉપર છે. આખરે ત્યાંનો સમાજ, સિસ્ટમ અને લોકોના જીવનમાં એવુ શું છે જેનાથી સામાન્ય લોકોના જીવનમાં આટલી ખુશી અને ઉત્સાહ છે. આખરે આપણા સમાજ અને ત્યાંની પરિસ્થિતિમાં શું ફરક છે જે લોકોના જીવનને હેપ્પી બનાવે છે.

'ફિનલેન્ડમાં જન્મ લેવો એ જેકપોટ જીતવા સમાન છે'... દુનિયાના સૌથી ખુશહાલ દેશ ફિનલેન્ડમાં આ કહેવત પ્રખ્યાત છે. દુનિયાનો કયો દેશ કઈ હાલતમાં છે એનાથી નક્કી થાય છેકે ત્યાંના લોકોના જીવનમાં કેટલી ખુશહાલી છે. આ વર્ષનાં World Happiness Report 2022 અનુસાર ફિનલેન્ડ સતત પાંચમાં વર્ષે દુનિયાનો સૌથી ખુશ-સુખી-હેપ્પીએસ્ટ દેશ તરીકે પસદંગી પામ્યો. જ્યારે 146 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન સૌથી પાછળ છે.

કયો વિસ્તાર છે દુનિયાનો Happiest Zone?
World Happiness Indexમાં ખુશહાલીના અનુસંધાને ટોપ 10 દેશોમાં સર્વાધિક સ્થાન મળ્યું છે પૂર્વી યુરોપ એટલે કે સ્કેંડિનેવિયા ક્ષેત્ર અને નૉર્ડિક વિસ્તારના દેશોને. આ વિસ્તારથી ફિનલેન્ડે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું જ્યારે ડેનમાર્ક બીજા ક્રમાંક પર છે. ત્યાર બાદ આઈસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, નૉર્વે અને લગ્ઝમબર્ગને સ્થાન મળ્યું છે. હવે દુનિયાભરનાં લોકો એ જાણવા માગે છેકે આખરે સ્કેંડિનેવિયન દેશોની સિસ્ટમમાં એવું શું ખાસ છે જેનાથી લોકોનું જીવન આટલું ખુશહાલ છે. દૈનિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા મધ્યમ અને ઓછી આવકવાળા દેશોના લોકો અને સમાજોમાં આખરે શું અંતર છે?

આખરે શું છે ત્યાંના લોકોના જીવનમાં અલગ?
દુનિયાના મોટા ભાગના ગરીબ અને મધ્યમ આવકવાળા દેશોમાં સામાન્ય લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘુ શિક્ષણ, મોંઘી સારવાર, પરિવહન અને મોંઘા સાધન અને રોજ મોંઘી થતી ખાદ્ય સામગ્રીની વ્યવસ્થા કરવાની છે. પરંતુ ફિનલેન્ડ જેવા સ્કેંડિનેવિયન-નોર્ડિક ક્ષેત્રના દેશોમાં સિસ્ટમ ઘણી અલગ છે. અહીં શિક્ષા, હેલ્થકેર જેવી જરૂરિયાતો સરકાર તરફથી કાં તો એકદમ મફત હોય છે અને કાં તો નજીવી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત સુરક્ષાની ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ પોલિસિંગ સિસ્ટમ, માનવાધિકારનું યોગ્ય નિયમન, ઉચ્ચ આવક લેવલ, ઓછા ભ્રષ્ટાચા જેવી વ્યવસ્થા કડક કાયદા અને મજબૂત સિસ્ટમ સાથે સુનિશ્ચિત કરવામાં આવે છે. જેનાથી સામાન્ય લોકોનું જીવન પણ ઘણું સરળ બની જાય છે. ફિનલેન્ડની 90 ટકાથી વધુ આબાદીનું જીવન દરેક દ્રષ્ટિકોણથી સંતુલિત ગણવામાં આવે છે. આ કોઈપણ સમાજ માટે યોગ્ય પરિસ્થિતિ કહી શકાય છે.

અહીંનું વાતાવરણ પણ આનંદમય હોય છે-
સુંદર પહાડ, તળાવ અને નદીઓના કિનારે વસેલા શહેરો, બરફની સફેદીમાં ઢંકાયેલી પ્રાકૃતિક સુંદરતા વચ્ચે વસેલુ ફિનલેન્ડ પૂર્વી યુરોપનો એ ભાગ છે જ્યાં વાતાવરણ ઘણું ઠંડુ છે, જ્યાં 6 મહિના સુધી શિયાળો રહે છે, આર્કટિક સર્કલમાં હોવાના કારણે આ દેશના ઘણાં ભાગમાં 6 મહિના રાત રહે છે. આપણાથી વિપરિત પ્રાકૃતિક પરિસ્થિતિ હોવાના છતાં પણ ફિનલેન્ડના લોકોએ ખુશહાલી સાથે જીવન જીવવાનું સીખી લીધું છે. વરસાદ, બરફ અને કાતિલ ઠંડી વચ્ચે પણ અહીંના લોકો જીવનને એન્જૉય કરે છે. બરફવર્ષા વચ્ચે જૉગિંગ, રાઈડિંગ, સાયક્લિંગનો અહીંના લોકોને ખૂબ શોખ છે. વર્ષના ગરમ મહિનાઓમાં અહીંના લોકોમાં સૉના, સાઈક્લિંગ, કાયકિંગ, હાઈકિંગ, કેમ્પિંગ જેવી આઉટડોર એક્ટિવિટિનો ઘણો શોખ દેખાય છે.

સરકાર આ લોકો માટે ભગવાન સમાન-
આપણે ત્યાં મધર-ચિલ્ડ્રન કેરના તમામ નારાઓ અને યોજનાઓની હંમેશા ચર્ચાઓ થાય છે.. પરંતુ સ્કેંડિનેવિયન દેશોમાં સિસ્ટમ અલગ છે. ફિનલેન્ડમાં જે મહિલા માતા બને છે એ મહિલાને એક ન્યૂ બેબી બૉક્સ ભેટમાં આપવામાં આવે છે. આ બેબી બૉક્સમાં એક વર્ષ સુધી બાળકને કામ આપનાર 63 પ્રોડક્ટ હોય છે..

સિસ્ટમ ઓછી કરે છે લોકોની સમસ્યા-
ફિનલેન્ડ દુનિયાનો સૌથી ઓછો ક્રાઈમ રેટ ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. પ્રવાસીઓ માટે આ દેશને ખૂબ જ સેફ ગણવામાં આવ્યો છે. અહીં સમાજમાં મિડલ ક્લાસ આાદી ઘણી વધારે છે જ્યારે ગરીબી રેખા નીચે રહેનારા લોકોની માત્રા ખૂબ જ ઓછી છે. એટલું જ નહીં ફિનિશ સમાજમાં અમીર લોકોમાં ધનબળના પ્રદર્શનની પરંપરા બિલકૂલ નથી. આ જ બધા કારણોથી ફિનલેન્ડ, ડેનમાર્ક, નૉર્વે જેવા દેશોને દુનિયામાં Happiest Zone કહેવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news