સૌથી વૃદ્ધ પાંડાએ દુનિયાને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર શ્રદ્ધાજંલિની લાખો Post! જુઓ અંતિમ વીડિયો

તમે ક્યારેય નહીં જોયો હોય આટલો વિશાળ અને આટલો વૃદ્ધ પાંડા. દુનિયાના સૌથી વૃદ્ધ પાંડાના નિધન પર લાખો લોકોએ આપી શ્રદ્ધાંજલિ. વિવિધ સોશ્યિલ પ્લેટફોર્મ પર લોકો જુદી જુદી પોસ્ટ મુકીને પોતાના અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે.

સૌથી વૃદ્ધ પાંડાએ દુનિયાને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર શ્રદ્ધાજંલિની લાખો Post! જુઓ અંતિમ વીડિયો

નવી દિલ્લીઃ એન એન(An An) નામના દુનિયાનો સૌથી વૃદ્ધ નર પાંડાનું હોંગકોંગના ઓશન પાર્કમાં નિધન થયું. આ પાંડાની ઉંમર 35 વર્ષ હતી જે મનુષ્યની 105 વર્ષની ઉંમરને બરાબર છે.  આ પાંડાની સંભાળ રાખતા પાર્કના અધિકારીઓ કહે છે કે પાંડા તેના મૃત્યુ પહેલા ખૂબ જ નિષ્ક્રિય થઈ ગયો હતો. તે લાંબા સમય સુધી માત્ર પાણી અથવા ઈલેક્ટ્રોલાઈટ્સ ધરાવતા પ્રવાહી જ લેતો હતો. ચાઈના કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ સેન્ટરની સલાહ લીધા બાદ પાંડાને ઈચ્છામૃત્યુ આપવામાં આવી.

 

An An lived most of his life at a Hong Kong theme park after he and a female panda were gifted to Hong Kong by China in 1999. https://t.co/mieLu68eW2 pic.twitter.com/2glg3qEHU9

— The Associated Press (@AP) July 21, 2022

 

દુનિયાના સૌથી વૃદ્ધ પાંડાનું નિધન થતા વિશ્વના અનેક જીવદયા પ્રેમીઓએ દુખ વ્યક્ત કર્યું. હોંગકોંગ પાર્કના અધિકારીઓએ કહ્યું કે પ્રાણી કલ્યાણના કારણોને આધારે, ઓશન પાર્કના પશુચિકિત્સકો અને કૃષિ, મત્સ્યઉદ્યોગ અને સંરક્ષણ વિભાગે ચાઇના કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ સેન્ટર ફોર ધ જાયન્ટની સલાહ લીધા બાદ એન એન પર ઈચ્છામૃત્યુની આપવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.

ધ હોંગ કોંગ જોકી ક્લબ સિચુઆન ટ્રેઝર્સ ખાતે શોક પુસ્તકોનું આયોજન કરે છે. તે કહે છે જો તમે રૂબરૂ મુલાકાત લઈ શકતા નથી, તો તમે An Anને શ્રદ્ધાંજલિ આપવા માટે પિન કરેલ પોસ્ટ પર કમેન્ટ સેક્શનમાં શ્રદ્ધાંજલિ આપી શકો છો." 

દુનિયાભરના જીવદયા પ્રેમીઓએ અને ઝુના અધિકારીઓએ એન એન પાંડાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. વિશાળ પાંડાને કેદમાં ઉછેરવું ખુબ મુશ્કેલ છે. જો કે, તાજેતરના વર્ષોમાં તેમની સંખ્યામાં વધારો થયો છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અનુસાર, ગત દાયકાની સરખામણીએ પાંડાની વસ્તીમાં લગભગ 17 ટકાનો વધારો થયા બાદ 2017માં આ પ્રજાતિને "લુપ્ત"માંથી "સંવેદનશીલ"માં અપગ્રેડ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news