અહીં દરરોજ 6 કેદીઓની થાય છે મોત! મરેલા કેદીઓને ખાઈને કરાય છે પાર્ટી! આ છે નરપિશાચોનું નર્ક!

આ પ્રકારની જેલ વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય...અહીંની ભયાનકતા વિશે સાંભળીને લોકો રાત્રે સુઈ નથી શકતા...અહીંના કેદીઓની સ્થિતિ જાણીને તમે પણ ચોક્કસ ડરી જશો...

અહીં દરરોજ 6 કેદીઓની થાય છે મોત! મરેલા કેદીઓને ખાઈને કરાય છે પાર્ટી! આ છે નરપિશાચોનું નર્ક!

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાના દરેક દેશની સરકાર કોશિશ કરે છે તેમના દેશમાં ક્રાઈમ દર બને એટલો ઘટી જાય. તેના માટે ઘણા કડક નિયમો પણ બનાવવામાં આવે છે. આ નિયમોને તોડનારા લોકોને કડક સજા આપવામાં આવે છે. આ સજા નાના દંડથી માંડીને મોત સુધીની હોય શકે છે. પરંતુ મોટાભાગના મામલામાં આરોપીને જેલમાં બંધ રહેવાની સજા આપવામાં આવે છે. અને તેમને સુધરવાનો મોકો અપાઈ છે. પરંતુ આજે અમે તમને એક એવી જેલ વિશે જણાવીશું જ્યાં રહેનારા કેદીઓ લગભગ ક્યારેય સુધરી શકે તેમ નથી. ઉલટાનું તે તેઓ જેલમાં રહીને વધારે ખુંખાર થઈ જાય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ રવાંડાના ગીતારામા જેલની.

No description available.

ગીતારામા જેલ ધરતીની એ જગ્યાઓમાંથી એક છે જેને નર્ક બરાબર માનવામાં આવે છે. આ બ્રૂટલ જેલ રવાંડાની રાજધાની કિગલીમાં બનાવવામાં આવી છે. તેનું નિર્માણ 1969માં થયું હતું. સૌથી પહેલાં તેને બ્રિટિશ મજૂરોના રહેવા માટે બનાવી હતી. પરંતુ પછી તેને જેલમાં બદલી દેવામાં આવી. આ જેલની ક્ષમતા ચારસો કેદીઓની છે. પરંતુ હાલ ત્યાં 7 હજારથી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. આ તો કંઈ જ નથી. જ્યારે 1990માં રવાંડા જેનોસાઈડ થયું હતું ત્યારે ત્યાં લગભગ 50 હજાર કેદીઓને ભરવામાં આવ્યા હતા. 

આ જેલમાં હંમેશાથી કેદીઓને જાનવરોની જેમ ભરવામાં આવે છે. ત્યાં કેદીઓને બેસવાની પણ જગ્યા નથી મળતી. ઘણા કેદીઓ તો ટોયલેટમાં ભરાયેલા રહે છે. જેલના કમાન્ડરનું પણ માનવું છે કે, આ જેલમાં ઘણા કેદીઓ નિર્દોષ છે. છતાં પણ તેમને આ નર્કમાં રહેવું પડે છે. પરંતુ અમુક કેદીઓ એટલા ખુંખાર છે કે, તેમને જાનવરોની જેમ ટ્રીટ કરવા જરૂરી છે. આ કેદીઓ જેલની સજા ભોગવીને પણ સુધરી નથી શકતાં. ઉલટાનું તેઓ વધારે ખુંખાર બની જાય છે.

આ જેલમાં રહેનારા કેદીઓમાંથી દરરોજ 6 કેદીઓની મોત થાય છે. આ કેદીઓને દરરોજ ખાવા માટે ઓછું ભોજન આપવામાં આવે છે. જેના કારણે તેઓ અંદરો અંદર ઝગડા કરે છે. કમજોર કેદીઓ પાસેથી તાકાતવર કેદીઓ જમવાનું છીનવી લે છે. જ્યારે આ વાતની ફરિયાદ કરવામાં આવે તો તેમને બેહરમીથી મારવામાં આવે છે. ઘણા કેદીઓએ તો એ વાત પણ માની છે કે, આ જેલમાં કોઈ કેદીની મોત થાય તો બીજા કેદી તેની લાશને ખાઈ જાય છે. જેલના કેદીઓને નામમાત્રનું જમવાનું અપાઈ છે. જેના કારણે તેઓ જીવતા કેદીઓને બટકા ભરીને ખાય જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news