Pregnancy: ડિલિવરીના ગણતરીના કલાકોમાં મહિલા ફરીથી ગર્ભવતી થઈ, એક વર્ષમાં 2 બાળકોને આપ્યો જન્મ!
Know Interesting Case: જ્યારે કોઈ પણ મહિલા કોઈ બાળકને પોતાની કોખેથી જન્મ આપે છે ત્યારે તેણે ભયંકર દર્દ ઝેલવું પડે છે. પરંતુ જેવી એ મહિલા કોઈ નવજાતને આ દુનિયામાં લાવવાનો રસ્તો બને છે કે તેનું તમામ દર્દ બાળકનો ચહેરો જોઈને જ છૂમંતર થઈ જાય છે. પરંતુ જો કોઈ મહિલા ડિલિવરી કરીને ઘરે પહોંચી હોય અને ફરીથી પ્રેગ્નેન્ટ થઈ હોય તો શું થાય?
Trending Photos

જાણો શું છે મામલો
લોરેન અહિન્નાવાઈ નામની મહિલાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાની કહાની વિશે જણાવ્યું. મહિલાએ જણાવ્યું કે તેણે 27 નવેમ્બર 2020ના રોજ એક બાળકને જન્મ આપ્યો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 26 ઓક્ટોબર 2021ના રોજ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. વાત જાણે એમ છે કે આ સ્થિતિને આયરિશ પ્રેગ્નેન્સી કહેવામાં આવે છે.
11 મહિનામાં બે બાળકને જન્મ
ટિકટોક પર શેર કરેલા આ વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે પોતાના બાળકને જન્મ આપ્યા બાદ જ્યારે તે એક પેરેન્ટ બનવાની તૈયારી અંગે વિચારી રહી હતી ત્યારે તેને પોતાની બીજી પ્રેગ્નેન્સી વિશે ખબર પડી. અત્રે જણાવવાનું કે આયરિશ ટ્વિન્સ 12 મહિના કે તેનાથી ઓછા સમયમાં પોતાની માતાની કોખમાંથી બહાર આવી જાય છે. 11 મહિનામાં બે બાળકોને જન્મ આપવા વિશે મહિલા કહે છે કે ભગવાને આપેલી આ સૌથી મોટી ભેટ છે.
આ Video પણ જુઓ...
મહિલાની કહાનીએ લોકોના હોશ ઉડાવ્યા
મહિલાની કહાની લોકોને ચોંકાવી રહી છે. આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. અનેક લોકો મહિલાને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા. આ કિસ્સા અંગે લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા. એક યૂઝરે તો મજાક કરતા એટલે સુધી કહી દીધુ કે વાહ, તમે જરાય સમય બર્બાદ કર્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે