અફઘાનમાં વર્ષો સુધી પુરુષ બનીને રહેનારી મહિલા કોણ છે? જાણો જાંબાઝ મહિલાની રોચક કહાની
WOMAN LIVED AS MAN IN AFGHANISTAN IN FEAR OF TALIBAN: અફઘાની લેખક નાદિયા ગુબામ તાલિબાનના પહેલાં શાસનથી એટલી ખોફમાં હતી કે, તે 10 વર્ષ સુધી પોતાની ઓળખ છુપાવવા માટે પુરુષ બનીને રહી. જેથી તે પોતાના પરિવારનું પેટ ભરી શકે.
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ અફઘાની લેખક નાદિયા ગુબામ તાલિબાનના પહેલાં શાસનથી એટલી ખોફમાં હતી કે, તે 10 વર્ષ સુધી પોતાની ઓળખ છુપાવવા માટે પુરુષ બનીને રહી. જેથી તે પોતાના પરિવારનું પેટ ભરી શકે. અફઘાની લેખક નાદિયા ગુબામ તાલિબાનના પહેલાં શાસનથી એટલી ખોફમાં હતી કે, તે 10 વર્ષ સુધી પોતાની ઓળખ છુપાવવા માટે પુરુષ બનીને રહી. જેથી તે પોતાના પરિવારનું પેટ ભરી શકે.
એક છોકરી જે દસ વર્ષ સુધી પોતાની ઓળખ છુપાવવા માટે, છોકરો બનીને રહી હતી. જેથી તે પોતાના પરિવારજનોનું પેટ ભરી શકે. નામ હતું તેનું, નાદિયા ગુલામ હાલ તે વ્યવસાયે લેખક છે. પણ તાલિબાનના તે શાસન કાળમાં તે તાલિબાનથી ખોફ ખાયેલી એક બદનસીબ મહિલા હતી. તે સમયે તાલિબાન લોકો પર ખાસ કરીને મહિલાઓ પર જુલ્મ કરતું હતું. મહિલાઓની ગતિવિધી પર ઘણા બધા પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. જેના કારણે મહિલાઓએ અનેક હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. ત્યારે, નાદિયાના પરિવારમાં તેના સિવાય કમાવવા વાળુ કોઈ હતું નહીં, જ્યારે તે 8 વર્ષની હતી ત્યારે, તેના ઘર પર બોમ્બથી વિસ્ફોટ થયો હતો. જેમાં તેના ભાઈનું મોત થયું હતું અને તે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
ત્યારે, તેને એહસાસ થયો હતો કે જંગના કારણે કોઈની જિંદગી કેવી રીતે બર્બાદ થાય છે. પણ જ્યારે, નાદિયા અફઘાનિસ્તાનના હૉસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. ત્યારે, તેને આઘાત લાગ્યો હતો. કેમ કે ત્યાં હજારોની સંખ્યામાં લોકો ઘાયલ પડ્યા હતા અને ઘણા લોકોની હાલત તેનાથી પણ ખરાબ હતી. જ્યારબાદ તેને લાગ્યું કે દરેક લોકો પોતાના ભાગનો સંઘર્ષ કરી રહ્યા છે. તો તે પણ પાછળ નહીં હટે.
11 વર્ષની ઉંમરે લીધો નિર્ણયઃ
ત્યારબાદ, નાદિયાએ એક એવો નિર્ણય લીધો જે ખૂબ જ મુશ્કેલ હતો. નાદિયાએ પોતાની ઓળખ બદલી નાખી અને તે છોકરીથી છોકરો બની હતી. નાદિયાએ પોતાના ભાઈની ઓળખ સાથે જીવન જીવવાનું નક્કી કર્યું. નાદિયાએ આ નિર્ણય એટલે લીધો કે હવે તે એકલી હતી જે પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે. છોકરીઓના કપડા છોડીને નાદિયા છોકરાના વેશમાં કામ કરવા લાગી હતી. નાદિયા એક સમયે ભુલી ચુકી હતી કે, તે છોકરી છે. 10 વર્ષ સુધી પોતાના પરિવારને આર્થિક સ્થિતિ મજબૂત રાખવા માટે નાદિયા આવું કરતી રહી હતી. કેટલીક વખત એવું પણ બન્યું કે તેનું સત્ય લોકો સામે આવતા આવતા રહી ગયું.
હવે સ્પેનમાં શરણાર્થી તરીકે રહે છે નાદિયાઃ
નાદિયા હવે અત્યારે અફઘાનિસ્તાનમાં નહીં પણ સ્પેનમાં રહે છે. 15 વર્ષ પહેલાં તે એક NGOની મદદથી અફઘાનિસ્તાનમાંથી નીકળવવામાં સફળ રહી હતી. જોકે, હજુ પણ તેનું પરિવાર અફઘાનિસ્તાનમાં રહે છે. નાદિયા સ્પેનના કેટાલોનિયામાં એક અફઘાની શરણાર્થી તરીકે રહે છે. નાદિયાએ સ્પેનમાં રહીને પત્રકાર એગનિસ રોટગરની મદદથી પોતાના અનુભવો અંગે એક પુસ્તક લખી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે