હિઝબુલ્લાહ પર ઇઝરાયલની 'પેજર' સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલ

Pagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 હિઝબુલ્લાહ પર ઇઝરાયલની 'પેજર' સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલ

Pagers Explode In Lebanon: લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યોના પેજરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે. રોઇટર્સના અહેવાલ અનુસાર, મંગળવારે (17 સપ્ટેમ્બર)ના રોજ થયેલા અકસ્માતમાં ઈરાનના રાજદૂત સહિત ત્રણ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે આઠ લોકોના મોત થયા છે.

સુરક્ષા સૂત્રોએ રોયટર્સને જણાવ્યું કે લેબનાનમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થનારમાં હિઝબુલ્લાહના લડાકા અને ચિકિત્સક પણ સામેલ છે. હિઝ્બુલ્લાહના સભ્યો તરફથી કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા પેજર્સમાં વિસ્ફોટથી હડકંપ મચી ગયો છે.

સીરિયલ બ્લાસ્ટથી લેબનાનમાં હડકંપ
લેબનાનમાં થયેલા આ ધમાકા બાદ અફરાતફરી મચી ગઈ અને ચારો તરફ લોકોના અવાજો આવી રહ્યાં હતા. પરંતુ આ બ્લાસ્ટમાં કોઈના મોતના સમાચાર સામે આવ્યા નથી. આ વચ્ચે ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકા તરફથી જાહેર આતંકી સંગઠન હિઝ્બુલ્લાહને નિશાન બનાવી લેબનાનની રાજધાની બેરૂતમાં હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે અમેરિકા અને યુરોપીય યુનિયને હિઝ્બુલ્લાહ પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યારે ઈરાન તેનું સમર્થન કરે છે.

— Yaroslav Trofimov (@yarotrof) September 17, 2024

શું ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવ્યું?
હિઝબુલ્લાહે લેબનોનમાં પેજર વિસ્ફોટ માટે ઇઝરાયેલ પર આરોપ લગાવ્યો છે. હિઝબુલ્લાએ પણ આ હુમલાને સુરક્ષાની સૌથી મોટી ભૂલ ગણાવી છે. હિઝબુલ્લાહે કહ્યું કે તમામ પેજર એક સાથે વિસ્ફોટ થયા. લેબનોનમાં આ સીરીયલ બ્લાસ્ટ તેના પ્રકારની પ્રથમ ઘટના છે.

ગાઝામાં ઈઝરાયેલના હુમલા બાદથી હિઝબુલ્લા ઈઝરાયેલી સંરક્ષણ દળ સામે યુદ્ધ ચલાવી રહી છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. તે જ સમયે, જ્યારે રોઇટર્સે આ મુદ્દે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ) પાસેથી માહિતી મેળવવા માંગતા હતા, ત્યારે તેઓએ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news