કતારમાં ફાંસીથી કેવી રીતે બચી શકશે 8 ભારતીય? પૂર્વ રાજદૂતે ભારત સરકારને સૂચવ્યો આ ઉપાય

કતારની એક કોર્ટે ગુરુવારે ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી છે. ભારતે કહ્યું કે તેઓ આ ચુકાદાથી અત્યંત સ્તબ્ધ છે અને આ મામલે તમામ કાનૂની વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. કતારમાં ભારતીય રાજદૂત રહી ચૂકેલા કેપી ફેબિયને આ મામલે ભારત સરકારને એક સૂચન કર્યું છે. 

કતારમાં ફાંસીથી કેવી રીતે બચી શકશે 8 ભારતીય? પૂર્વ રાજદૂતે ભારત સરકારને સૂચવ્યો આ ઉપાય

કતારની એક કોર્ટે ગુરુવારે ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી છે. ભારતે કહ્યું કે તેઓ આ ચુકાદાથી અત્યંત સ્તબ્ધ છે અને આ મામલે તમામ કાનૂની વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ નેવીના આ 8 અધિકારીઓને દરેક મદદ ઉપલબ્ધ કરાવવા તૈયાર છે. અત્રે જણાવવાનું કે તમામ 8 ભારતીય નાગરિકો અલ દાહરા કંપનીના કર્મચારી છે જેમને ગત વર્ષ જાસૂસીના કથિત આરોપમાં ધરપકડ કરાયા હતા. 

કતારમાં ભારતીય રાજદૂત રહી ચૂકેલા કેપી ફેબિયનના જણાવ્યાં મુજબ તેમને નથી લાગતું કે નેવીના 8 અધિકારીઓને ફાંસીની સજા મળશે. તેમણે  કહ્યું કે મને લાગે છે કે કતારના અમીર તમીમ બિન હમદ અલ થાની 8 ભારતીયોને માફી આપી શકે છે. કતારના અમીર વર્ષમાં 2 વાર કેદીઓને માફી આપે છે. પૂર્વ રાજદૂતે કહ્યું કે પરંતુ એ પણ જરૂરી છે કે તે માટે અરજી કરવી પડશે. મને વિશ્વાસ છે કે આ યોગ્ય સમય પર થઈ જશે. તેમણે કહ્યું કે આ પ્રકારના મામલા ખુબ પેચીદા હોય છે. પરંતુ આમ છતાં મને લાગે છે કે ફાંસી આપવામાં નહીં આવે. 

ફિલિપાઈન્સના નાગરિકની પણ સજા ઘટાડી હતી
પૂર્વ રાજનયિકે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા ફિલિપાઈન્સના 3 નાગરિકોમાંતી એકને મોતની સજા થઈ હતી. જ્યારે બે આરોપીઓને 25-25 વર્ષની સજા થઈ હતી. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હતો અને જાણકારીઓ ફિલિપાઈન્સ સુધી પહોંચાડવાનો આરોપ હતો. આ મામલે અપીલ કરવામાં આવી અને કોર્ટની સજા ઓછી કરીને આજીવન કારાવાસમાં ફેરવી દેવાઈ હતી. આ સાથે જ અપીલ કરાતા બે આરોપીઓને 25 વર્ષની સજાને 15 વર્ષમાં ફેરવી દેવાઈ. 

કૂટનીતિમાં બધુ ખુલીને ન કહેવાય
કેપી ફેબિયને કહ્યું કે આપણી પાસે ફક્ત બે જ વિકલ્પ છે. પહેલો એ કે આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવામાં આવે. બીજો એ કે આપણે કતારમાં અમીરને અપીલ કરીએ કે બની શકે તો 8 ભારતીયોને માફ કરી દેવામાં આવે. તેમણે ક હ્યું કે આ એક એવો મામલો છે કે જેના વિશે વધુ જાહેરમાં ચર્ચા કરી શકાય નહીં. તેમાં કૂટનીતિ પણ કામ લાગે છે પરંતુ કૂટનીતિમાં બધુ ખુલીને કહી શકાય નહીં. 

જી20માં આ નિર્ણય ખોટો?
પૂર્વ રાજદૂતે જી20 શિખર સંમેલનમાં ખાડી સહયોગ પરિષદ (Gulf Cooperation Council) ને ન બોલાવવાના નિર્ણયની પણ ટીકા કરી. અત્રે જણાવવાનું કે આ સંગઠન ખાડીથી ઘેરાયેલા દેશોનું એક ક્ષેત્રીય ગ્રુપ છે. તેના સદસ્યોમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત સામેલ છે. તેમણે ભાજપના પ્રવક્તા નુપુર શર્માની વિવાદિત ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો. ફેબિયને કહ્યું કે તેમણે આમ નહતું કરવું જોઈતું. આ મામલે કતારે પોતાના રાજદૂતને તલબ કર્યા હતા. એટલે સુધી કે ત્યારે આપણા ઉપરાષ્ટ્રપતિ પણ ત્યાં હતા. આ તેમના માટે એક પીડા જેવું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news