ટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ


પરાગ અગ્રવાલે ટ્વીટ કર્યુ- 'હું સન્માનિત અને આભારી છું અને હું તમારી (જૈક ડોર્સી) સતત સલાહ અને દોસ્તી માટે આભારી છું.

ટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ

નવી દિલ્હીઃ ભારતમાં જન્મેલા ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઈઓ હશે. જૈક ડોર્સીના રાજીનામા બાદ તેમને કંપનીના નવા સીઈઓ બનાવવામાં આવ્યા છે. આ સાથે પરાગ ભારતમાં જન્મેલી અગ્રણી હસ્તિઓની લાંબી યાદીમાં આવી ગયા છે. ટ્વિટરના નવા બોસ બન્યા બાદ તેમણેટ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે. આઈઆઈટી બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી પરાગ વિશે કેટલીક જાણકારીઓ.

પરાગ અગ્રવાલે ટ્વીટ કર્યુ- 'હું સન્માનિત અને આભારી છું અને હું તમારી (જૈક ડોર્સી) સતત સલાહ અને દોસ્તી માટે આભારી છું. હું તમારા દ્વારા બનાવવામાં આવેલી આ સેવા અને ઉદ્દેશ્ય માટે આભારી છું, જેને તમે અમારી વચ્ચે વધારી અને મહત્વપૂર્ણ પડકાર વચ્ચે કંપનીનું નેતૃત્વ કર્યુ.'

ટ્વિટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલ છેલ્લા એક દાયકાથી ટ્વિટર સાથે જોડાયેલા છે. તેમણે એક વિશેષ સોફ્ટવેર એન્જિનિયરના રૂપમાં ટ્વિટર જોઈન કર્યુ હતું અને પછી ચીફ ટેક્નોલોજી ઓફિસર બન્યા. ટ્વિટર પહેલા પગાર અગ્રવાલ માઇક્રોસોફ્ટ, યાહૂ અને એટીએન્ડટી લેબ્સની સાથે કામ કરી ચુક્યા છે. 

પરાગ અગ્રવાલે આઈઆઈટી બોમ્બેથી કમ્પ્યૂટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બી ટેકનો અભ્યાસ કર્યો અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યુ છે. PeopleAI અનુસાર પરાગ અગ્રવાલની અંદાજિત સંપત્તિ 1.52 મિલિયન ડોલર છે. પગાર અગ્રવાલ આ પહેલા ટ્વિટરના બ્લૂસ્કીનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેનો ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા માટે એક ખુલ્લા અને વિકેન્દ્રીત માપદંડ બનાવવાનું હતું. 

પરાગ અગ્રવાલને ડોર્સીની નજીક માનવામાં આવે છે. બોર્ડે બધા વિકલ્પો પર વિચાર કરતા એક જટિલ પ્રક્રિયા બાદ સર્વસંમત્તિથી પરાગ અગ્રવાલને સીઈઓ બનાવ્યા છે. 

ડોર્સીએ પોતાના ઈ-મેલમાં કહ્યુ, 'તે (પરાગ અગ્રવાલ) કેટલાક સમય માટે મારી પસંદ રહ્યા છે, જે જોતા કે તે કંપની અને તેની જરૂરીયાતોને કેટલી ઉંડાણથી સમજે છે. પરાગ દરેક મહત્વપૂર્ણ નિર્ણય પાછળ રહ્યા છે, જેણે આ કંપનીને ઊંચાઈ સુધી પહોંચાડવામાં મદદ કરી. તે જિજ્ઞાસુ, તપાસ કરના, તર્કસંગત, રચનાત્મક, જાગરૂત અને વિનમ્ર છે. તે દિલ અને આત્માની સાથે આગળ વધે છે અને એવા વ્યક્તિ છે જેની પાસેથી હું દરરોજ શીખુ છું. આપણા સીઈઓના રૂપમાં તેમના પર મારો ઉંડો વિશ્વાસ છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news