ખુશ ખબર! ટૂંક સમયમાં મળી શકે છે કોરોના વેક્સીન, WHOએ કર્યો મોટો દાવો
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરની નજર કોરોના વાયરસ (Coronavirus) વેક્સીન પર છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશકે કહ્યું કે, વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, દુનિયાને એક વર્ષ અથવા તે પહેલા પણ કોવિડ-19ની વેક્સીન મળી શકે છે. વેક્સીનને વિકસિત કરવા, તેના નિર્માણ કરવા અને વિતરણ કરવામાં તેમને વૈશ્વિક સહયોગની મહત્વની વાત પણ કહી છે.
યુરોપિયન સંસદના પર્યાવરણ, પબ્લિક હેલ્થ અને ફૂડ સેફ્ટીની સાથે બેઠકમાં ટ્રેડોસ ઘેબ્રેયસીસે કહ્યું કે, વેક્સીનને ઉપલબ્ધ કરાવવા અને તેને દરેકને વહેંચવી તે એક પડકાર હશે. તેના માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર હોય છે.
વર્તમાનમાં 100થી વધારે કોવિડ-19 વેક્સીન કેંડિડેટ ડેવલપમેન્ટના વિવિધ તબક્કામાં છે.
તેમણે કહ્યું કે, મહામારીએ વૈશ્વિક એકજૂટતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. સાથે જ સ્વાસ્થ્યને એક ખર્ચ તરીકે નહીં, પરંતુ રોકાણ તરીકે જોવામાં આવે.
તેમણે કહ્યું કે, વિશ્વના તમામ દેશોએ પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ અને સંક્ટની સ્થિતિઓ માટે તેમની સજ્જતાને મજબૂત કરવા પર કામ કરવું જોઇએ. તેમણે વિશ્વ સ્તર પર યૂરોપીય સંઘના નેતૃત્વની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો.
મહાનિદેશકે સ્વીકાર કર્યો કે તમામે ભૂલો કરી છે. તેમણે સભ્યોથી કહ્યું કે, એક સ્વતંત્ર પેનલ ડબ્લ્યૂએચઓ દ્વારા મહામારીને લઇને આપવામાં આવેલી પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કરશે, જેથી ભૂલોથી સુધારી શકાય. આ પેનલ ટૂંક સમયમાં તેમનું કામ શૂ કરશે. (ઇનપુટ: IANS એજન્સી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે