અલ્પસંખ્યકોના સવાલ પર બોલ્યા પીએમ મોદી- ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં ભેદભાવને જગ્યા નથી
PM Modi Meets Joe Biden:પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરૂવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ જણાવ્યું કે ભારત અને અમેરિકા કયા ક્ષેત્રમાં મળીને કામ કરી રહ્યાં છે.
Trending Photos
વોશિંગટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. તેમણે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. હાઉસમાં ભવ્ય સ્વાગત બાદ પીએમ મોદીએ વ્હાઇટ હાઉસની બહાર એક સભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશોના સમાજ અને સંસ્થાઓ લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે અને બંને (દેશો)ને તેમની વિવિધતા પર ગર્વ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વૈશ્વિક ભલાઈ, શાંતિ, સ્થિરતા માટે કામ કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શશે.
ભારતે લોકશાહીને જીવે છે - પીએમ મોદી
એક પ્રશ્નના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈ ભેદભાવ નથી. ભારત એવો દેશ છે જેણે લોકશાહીને જીવે છે. તેમણે કહ્યું કે જે દેશમાં માનવ અધિકાર નથી ત્યાં લોકતંત્ર અસ્તિત્વમાં નથી. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર દરેક ધર્મ, જાતિ, વર્ગના લોકો માટે કામ કરે છે. સરકારની યોજનાનો લાભ દરેકને મળે છે.
#WATCH | "We are a democracy...India & America both have democracy in our DNA. Democracy is in our spirit & we live it and it's written in our Constitution...So no question of discrimination on the grounds of caste, creed or religion arises. That is why, India believes in sabka… pic.twitter.com/orVkCVkLLf
— ANI (@ANI) June 22, 2023
આજે અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે- મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારત-યુએસ વેપાર રોકાણ ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ મહત્વપૂર્ણ છે. આજે અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. અમે નક્કી કર્યું છે કે પેન્ડિંગ વેપાર મુદ્દાઓને અમે મજબૂત બનાવીશું. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, સ્પેસ, ક્વોન્ટમ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં અમારા સહયોગને વિસ્તૃત કરીને ભવિષ્યની ભાગીદારી કરી રહ્યાં છીએ."
નવી દિશા અને નવી ઉર્જા મળી - પીએમ મોદી
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે જણાવ્યું હતું કે, “ભારત-યુએસ સંબંધોના ઇતિહાસમાં આજનો દિવસ એક વિશેષ દિવસ છે. વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. એક નવી દિશા અને નવી ઉર્જા મળી આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે