અહો આશ્ચર્યમ! એક્વેરિયમમાં વર્જિન ફીમેલ એનાકોન્ડાએ આપ્યો 18 બચ્ચાંને જન્મ, દુનિયા ચકિત..

આ સમાચાર દરેકના માટે એટલા માટે આશ્ચર્યનો વિષય બની ગયા છે કે, આખરે પુરુષ એનાકોન્ડા વગર મહિલા એનાકોન્ડાએ આ બચ્ચાંને જન્મ આપ્યો કેવી રીતે? આ ફીમેલ એનાકોન્ડાએ કુલ 18 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાંથી માત્ર 2 બેબી એનાકોન્ડા જ જીવિત છે, બાકીના 16નાં મોત થઈ ગયા છે 

અહો આશ્ચર્યમ! એક્વેરિયમમાં વર્જિન ફીમેલ એનાકોન્ડાએ આપ્યો 18 બચ્ચાંને જન્મ, દુનિયા ચકિત..

બોસ્ટનઃ બોસ્ટનના એક એક્વેરિયમમાં એક ફીમેલ એનાકોન્ડાએ 18 બચ્ચાંને જન્મ આપ્યો છે. આ બાબતથી દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે, કેમ કે તેણે જે એક્વેરિયમમાં બચ્ચાંને જન્મ આપ્યો છે તેમાં એક પણ મેલ એનાકોન્ડા ન હતો. તો પછી આખરે પ્રજનન થયા વગર ફીમેલ એનાકોન્ડાએ આટલા બધા બચ્ચાને જન્મ કેવી રીતે આપ્યો એ બાબત ચર્ચાનો વિષય બનેલી છે. આ ફીમેલ એનાકોન્ડાએ કુલ 18 બચ્ચાંને જન્મ આપ્યો હતો, જેમાંથી માત્ર 2 બેબી એનાકોન્ડા જ જીવિત છે, બાકીના 16નાં મોત થઈ ગયા છે.

ન્યુ ઈંગ્લેન્ડ એક્વેરિયમના બાયોલોજિસ્ટ ટોરી બેબસને કે જેઓ અહીં એક્વેરિયમમાં રાખવામાં આવેલા પ્રાણીઓના કેરટેકર છે, તેમણે જણાવ્યું કે, "અમને સૌને પણ એ બાબતનું આશ્ચર્ય હતું કે, એક્વેરિયમમાં બેબી એનાકોન્ડા અહીંથી તહીં ફરી રહ્યા હતા. અમે એ જાણતા જ ન હતા કે અમારી પાસે એક ગર્ભવતી એનાકોન્ડા છે. અમારા આશ્ચર્યનું કારણ એ હતું કે અમારી પાસે એક પણ મેલ એનાકોન્ડા ન હતો."

ટોરીએ વધુમાં જણાવ્યું કે, "અમારા એક્વેરિયમમાં 4 એનાકોન્ડા છે અને એ તમામ ફીમેલ છે. આથી, આ ઘટના જોયા પછી અમે સૌ ચકિત હતા. એના નામની આ એનાકોન્ડાએ 18 બચ્ચાંને જન્મ આપ્યો હતો અને તે પણ એક પણ પુરુષ એનાકોન્ડાના સાથે સંપર્કમાં આવ્યા વગર."

સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, ફીમેલ એનાકોન્ડાએ 'પાર્થોજેનેસિસ' નામની એક વિશેષ પ્રક્રિયા અંતર્ગત આ બચ્ચાંને જન્મ આપ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં ફર્ટિલાઈઝેશન કર્યા વગર અલૈંગિક પ્રજનન કરાવવામાં આવે છે. ઝાડ અને કેશુરૂકીની દુનિયામાં આ એક સામાન્ય પ્રક્રિયા છે. આ પદ્ધતિનો અત્યાર સુધી સાપ, શાર્ક, દેડકા, ગરોળી અને પક્ષીઓ પર પ્રયોગ કરાયો છે. 

લીલા રંગના એનાકોન્ડાના સંદર્ભમાં આ બીજી ઘટના છે જ્યારે આ પ્રકારની પદ્ધતિ દ્વારા ફીમેલ એનાકોન્ડા પાસે જન્મ કરાવાયો હોય. ન્યુ ઈંગ્લેન્ડ એક્વેરિયમના જ એક અન્ય કર્મચારી સારા ટેમ્પેસ્ટાએ જણાવ્યું કે, આ પદ્ધતિનો મોટાભાગે એવા પ્રાણીઓ પર ઉપયોગ કરવામાં આવે છે, જેને કેદ કરીને રાખવામાં આવે છે એટલે કે કોઈ ઝૂમાં રાખવામાં આવતા હોય. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news