OMG! પોલીસકર્મીએ રોમેન્ટિંક અંદાજમાં ચોરને પકડ્યો, Video જોઈને આશ્ચર્યચકિત થશો

Police Arrest Thief: શું તમે ક્યારેય પોલીસને કોઈ અપરાધીને રોમેન્ટિંક રીતે ધરપકડ  કરતા જોયા છે? હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ એક સશસ્ત્ર અપરાધીને રોમેન્ટિંક રીતે ધરપકડ  કરી રહી છે. 

OMG! પોલીસકર્મીએ રોમેન્ટિંક અંદાજમાં ચોરને પકડ્યો, Video જોઈને આશ્ચર્યચકિત થશો

Police Arrest Thief:પોલીસ કાયદો લાગૂ કરતી વખતે પબ્લિક સેફ્ટી અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. તે કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે સતર્ક રહે છે. અપરાધિક ગતિવિધિઓને રોકે છે, ભાળ મેળવે છે અને તપાસ કરે છે. પુરાવા ભેગા કરે છે અને ગુનેહગારને સજા અપાવે છે. પોલીસઅપરાધ કરનારા કેસમાજની શાંતિ વ્યવસ્થા ભંગ કરનારા વ્યક્તિઓને પકડે છે, અનેકવાર કેટલીક ઘટનાઓ હિંસક બનતી હોય છે અને પોલીસે ક્યારેક ક્યારેક અપરાધીઓ પ્રત્યે કઠોર વ્યવહાર અપનાવવો પડતો હોય છે. જો કે શું તમે ક્યારેય પોલીસને કોઈ અપરાધીને રોમેન્ટિંક રીતે ધરપકડ કરતા જોયા છે ખરા.

રોમેન્ટિંક રીતે ચોરની ધરપકડ
સાંભળવામાં આશ્ચર્ય લાગે પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ એક સશસ્ત્ર અપરાધીને રોમેન્ટિંક રીતે ધરપકડ કરી રહી છે. વીડિયોમાં પોલીસ સોફા પર સૂઈ રહેલા એક વ્યક્તિ પાસે પહોંચે છે. એક પોલીસકર્મી અજીબ રીતે એક્શન કરે છે અને બીજો સૂતી વ્યક્તિ પાસેથી બંદૂક લઈ લે છે. પોલીસકર્મીએ અજીબ રીતે એક્ટિંગ કરતા સૂતા વ્યક્તિને જગાડવા માટે તેના ગાલને ખુબ સાવચેતીથી થપથપાવ્યો અને બીજો તેને પંપાળી રહ્યો હતો. 

— Insane Reality Leaks (@InsaneRealitys) September 4, 2023

વીડિયો પર પ્રતિક્રિયા
જેવો સૂતો વ્યક્તિ જાગે છે કે ચારેબાજુ પોલીસ જોવા મળે છે તો ચોંકી જાય છે. પહેલો પોલીસકર્મી તેને સૌમ્ય રીતે શાંત રહેવાનું કહે છે. બીજો પોલીસકર્મી તેને સામાન્ય રીતે કઈક સમજાવતો જોવા મળે છે. પોલીસકર્મી તેનો હાથ આરામથી પાછળ કરે છે. પછી અપરાધીને પકડીને પોલીસ તેને બહારની બાજુ લઈ જાય છે. ઈન્સેન રિયાલિટી લીક્સ દ્વારા એક્સ પર શેર કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. જેના પર નેટિઝન્સની પણ મજેદાર કમેન્ટ્સ આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે આ ખુબ શાંતિપૂર્ણ, સહજ ધરપકડ હતી. અન્ય એક યૂઝરે લખ્યું કે ભાઈને પોતાની નોકરીથી ખુબ પ્રેમ છે. એક અન્ય યૂઝરે લખ્યું કે તેણે વિચાર્યું કે આ એક સપનું હતું. 

ખાસ નોંધ: આ એક વાયરલ વીડિયો છે. ઝી24કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news