VIDEO: તમે ક્યારેય નહીં જોયો હોય વિઝાની અરજી કરવા માટે આવો નજારો
પૂર્વી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની પાસે ભાગદોડ બે દિવસ પહેલા પૂર્વી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની પાસે વિઝા અપ્લાય કરનારની લાઇન લાગી હતી.
Trending Photos
ઇસ્લામાબાદઃ કોરોના મહામારીને કારણે લોકોની એક-બીજા દેશમાં અવર-જવર બંધ હતી પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને લોકો બીજા દેશની યાત્રાનો પ્લાન બનાવી રહ્યાં છે. તે માટે વિઝા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં એક ફુટબોલ સ્ટેડિયમમાં એવો નજારો જોવા મળ્યો જેને જોઈને તે અંદાજ લગાવી શકાય કે લોકો બીજા દેશમાં જવા માટે કેટલા આતુર છે અને તે માટે ગમે તે કરવા તૈયાર છે. આવો નજારો પહેલા ક્યારેય જોવા મળ્યો હશે નહીં.
પૂર્વી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની પાસે ભાગદોડ
બે દિવસ પહેલા પૂર્વી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની પાસે વિઝા અપ્લાય કરનારની લાઇન લાગી હતી, આ દરમિયાન કોઈ કારણે ભાગદોડ મચી ગઈ. ભીડ વધારે હોવાને કારણે આ ભાગદોડમાં આશરે 15 લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, દુર્ઘટના પાકિસ્તાનના વાણિજ્ય દુતાવાસની બહાર એક ખુલા મેદાનમાં થઈ, જ્યાં હજારોની સંખ્યામાં અફઘાની નાગરિક વિઝા લેવા માટે ભેગા થયા હતા.
VIDEO: Thousands of people gather at a football stadium in the Afghan city of Jalalabad to apply for Pakistani visas, after the nearby Pakistani consulate resumed services following a seven-month hiatus due to the pandemic pic.twitter.com/CKqqXLD2eQ
— AFP news agency (@AFP) October 22, 2020
પૂર્વી જલાલાબાદ શહેરની પ્રાંતીય પરિષદના સભ્ય સોહરાબ કાદરીએ કહ્યુ કે, દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જેમાં 11 મહિલાઓ હતી. તો ઘણા વરિષ્ઠ નાગરિકોને ઈજા પહોંચી છે. પાકિસ્તાનના વિઝા લેવા માટે 3 હજારથી વધુ અફઘાનિસ્તાનના નાગરિક ભેગા થયા હતા. આ લોકોને વિઝા અરજી કરવા માટે ટોકન લેવાના હતા.
ફુટબોલ સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં ભેગા થયા લોકો
અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં એક ફુટબોલ સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. હકીકતમાં પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસમાં કોરોના મહામારીને કારણે 7 મહિનાથી વિઝા અરજી બંધ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાહ જોઈ રહ્યાં હતા કે દૂતાવાસ ખુલશે તો વિઝા માટે અરજી કરશે. સોમવારે વિઝા ખુલવાની માહિતી મળતા મંગળવારે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા, લોકોની સંખ્યાને જોતા એક ફુટબોલ મેદાનમાં ટોકન આપવા અને કાગળ લેવાની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાં પહોંચવા માટે લોકો વચ્ચે મારામારી થઈ. ઘણા લોકો તો દિવાલ કુદીને અંદર આવતા જોવા મળ્યા હતા.
પાસપોર્ટનો થયો ઢગલો
ફુટબોલ સ્ટેડિયમમાં ભેગા થયેલા હજારો લોકોએ કોઈને કોઈ રીતે પોતાના પાસપોર્ટ અધિકારીઓની પાસે પહોંચાડી દીધા હતા. કેટલાક લોકો તો જ્યારે અધિકારીઓ સુધી પોતાનો પાસપોર્ટ ન પહોંચાજી શક્યા તો ત્યાં ફેંકીને જતા રહ્યાં હતા. પાસપોર્ટનો મોટો ઢગલો થયા બાદ તેને સાચવવા માટે અધિકારીઓએ મહેનત કરવી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે