લાઈવ પ્રોગ્રામમાં પાકિસ્તાની એન્કરે કરી 'ગજબ' ભૂલ, VIDEO જોઈને હસી પડશો

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ પર લાઈવ ચર્ચા દરમિયાન એક મહિલા એન્કર  'Apple Inc' ને સફરજન સમજી બેઠી. તેની આ ભૂલ પર સોશિયલ મીડિયામાં તે ખુબ ટ્રોલ થઈ રહી છે. લોકો મહિલા એન્કરની ખુબ મજાક ઉડાવી રહ્યાં છે. પાકિસ્તાનના પત્રકાર નાયલા ઈનાયતે આ વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો. જો કે ઝી ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. 
લાઈવ પ્રોગ્રામમાં પાકિસ્તાની એન્કરે કરી 'ગજબ' ભૂલ, VIDEO જોઈને હસી પડશો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ પર લાઈવ ચર્ચા દરમિયાન એક મહિલા એન્કર  'Apple Inc' ને સફરજન સમજી બેઠી. તેની આ ભૂલ પર સોશિયલ મીડિયામાં તે ખુબ ટ્રોલ થઈ રહી છે. લોકો મહિલા એન્કરની ખુબ મજાક ઉડાવી રહ્યાં છે. પાકિસ્તાનના પત્રકાર નાયલા ઈનાયતે આ વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો. જો કે ઝી ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. 

હકીકતમાં ન્યૂઝ ચેનલ પર બિઝનેસ સંબંધિત કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ચર્ચા ચાલુ હતી. પેનલિસ્ટ કહે છે કે 'દુનિયામાં કારોબાર કયા રૂમમાં થઈ રહ્યો છે, આ બાજુ આવીને જુઓ. એકલો એપ્પલનો બિઝનેસ આખા પાકિસ્તાનના સંપૂર્ણ બજેટ કરતા ઘણો વધારે છે.'

જેના પર મહિલા એન્કર કહે છે કે 'હાં મે પણ સાંભળ્યું છે કે સફરજનની અનેક જાત હોય છે અને તે સારો વેપાર કરી રહી છે.' એન્કરની આ હાજરજવાબીથી પેનલિસ્ટ ચોંકી જાય છે અને એન્કરની ભૂલ સુધારતા કહે છે કે 'હું એપ્પલ કંપનીની વાત કરું છું, સફરજન અંગે નહીં.'

— Naila Inayat नायला इनायत (@nailainayat) July 4, 2019

એન્કરની આ નાનકડી ભૂલ બાદ ટ્વીટર  પર તે ખુબ ટ્રોલ થવા લાગી. લોકોએ  કહ્યું કે આ ન્યૂઝ ચેનલ છે કે કોમેડી શો. એક યૂઝરે લખ્યું કે કદાચ એટલે જ લોકો કહે છે કે સફરજન ડોક્ટરને દૂર રાખે છે. જો કે કેટલાક લોકો એન્કરના બચાવમાં પણ ઉતરી પડ્યાં હતાં. 

આ ઘટનાક્રમે તે ઘટનાની યાદ અપાવી દીધી જ્યારે ખેબર પખ્તુનખ્વા પરાંતના સૂચના મંત્રી શૌકત યુસૂફઝઈ અને તેમના મંત્રીઓના બિલાડીના કાન અને મૂંછ લાગેલી તસવીરો તથા વીડિયો વાઈરલ થવાથી તેમણે શર્મિંદગી ભોગવવી પડી હતી. આ બધુ ભૂલથી કેટ ફિલ્ટર લાગી જવાના કારણે થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news