વારાણસીમાં બોલ્યાં પીએમ મોદી, 'ગામડાથી લઈને શહેર સુધી કામ થશે, ત્યારે દેશમાં રોજગાર વધશે'

ભાજપ આજે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસી પહોંચી ગયા છે અને તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું. 

વારાણસીમાં બોલ્યાં પીએમ મોદી, 'ગામડાથી લઈને શહેર સુધી કામ થશે, ત્યારે દેશમાં રોજગાર વધશે'

વારાણસી: ભાજપ આજે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસી પહોંચી ગયા છે અને તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું. વડાપ્રધાન મોદીને પુસ્તક ભેંટ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુપી ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પાંડે પણ હાજર રહ્યાં હતાં. પ્રદેશ અધ્યક્ષ ડો.મહેન્દ્રનાથ પાંડે ચંદૌલીમાં હશે. ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કાનપુરમાં હાજર રહેશે. પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદી સડક માર્ગથી હરહુઆ સ્થિત પ્રાથમિક વિદ્યાલય કેમ્પસ પંચકોશી માર્ગ પર નવગ્રહ વાટિકા પહોંચ્યાં. જ્યાં તેમણે પૂજા પાઠ સાથે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી. તેમણે પીપળાનો રોપો વાવ્યો અને બાળકોને પણ રોપા સોંપ્યાં.  જ્યારે ડો.દિનેશ શર્માએ આગરામાં પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે.

સદસ્યતા અભિયાનની કરી શરૂઆત

વૃક્ષારોપણ અભિયાન શરૂ  કરાયા બાદ પીએમ મોદી ટીએફસી એટલે કે દીનદયાળ હસ્તકલા સંકુલ પહોંચ્યાં. જ્યાં તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન પીએમ મોદીએ પાંચ સમાજસેવકોને સભ્ય બનાવ્યાં. પાંચ સમાજસેવકોએ 8980808080 નંબર પર મિસ કોલ કરીને ભાજપની સદસ્યતા લીધી. આ અવસરે તેમણે હાજર લોકોને સંબોધન કર્યું. જેમાં સૌથી પહેલા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને નમન અને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ભાજપના સફળ સદસ્યતા અભિયાન બદલ બધાને અભિનંદન પણ પાઠવ્યાં. 

વારાણસીમાં પીએમ મોદીના ભાષણની હાઇલાઇટ્સ

  • પીએમ મોદીએ કહ્યું કે ગામડાથી લઈને શહેર સુધી જ્યારે કામ થશે ત્યારે દેશમાં રોજગાર વધશે. 
  • એક રાષ્ટ્ર તરીકે અમારા સામુહિક પ્રયાસ પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ ડોલરના આર્થિક લક્ષ સુધી પહોંચાડશે. 
  • આ કારણે જ બજેટમાં સોશિયલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  • જનભાગીદારીની વ્યવસ્થાને સશક્ત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. 
  • ક્યારેક સરકાર વચ્ચે ન  આવે તો પણ દેશવાસીઓ પોતાના બળે ઘણું કરી શકે છે.
  • બાયોફ્યુલના વપરાશ માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
  • આપણે વીજળી ઉત્પાદન ક્ષમતાને આધુનિક ટેકનોલોજીથી વધારી શકીએ છીએ.
  • આપણી ઉર્જા જરૂરિયાતોને દેશમાંથી જ પુરી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
  • પેટ્રોલિયમ આયાતનો ખર્ચ જ્યારે ઓછો થશે ત્યારે દેશ માટે મોટી બચત થશે અને અર્થવ્યવસ્થા વધારે મજબૂત બનશે. બજેટમાં સૌરઉર્જાને પ્રોત્સાહન આપવાની સાથેસાથે ઇલેક્ટ્રિક વ્હિકલના ઉત્પાદકોને પણ છૂટછાટ આપવામાં આવી છે. 
  • બજેટમાં આપણા પારંપરિક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. 
  • આપણા યુવાનોના સપનાં સ્ટાર્ટઅપ સાથે શરૂ થાય છે. 
  • બજેટમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વેગ આપવામાં આવ્યો છે. 
  • મધ્યમવર્ગને પણ ઘરમાં રાહત મળે એ માટે બજેટમાં પગલાં લેવામાં આવ્યા છે. 
  • દરેક ગરીબના માથા પર છત હોય એ માટે ગ્રામ્ય વિસ્તારમાં બે કરોડ ઘરનું નિર્માણ કરવામાં આવશે. 
  • અર્થ વ્યવસ્થામાં ગતિ ત્યારે જ આવે છે જ્યારે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. 
  • આના કારણે રોજગાર અને કમાણીનો નવો રસ્તો નીકળ્યો છે. 
  • હાલમાં હોમ સ્ટેનો કન્સેપ્ટ વધ્યો છે. કાશીમાં પણ આનો કોમર્શિયલ ફાયદો ઉઠાવી શકાય છે. 
  • જ્યારે કોઈ જગ્યાએ પર્યટન વધે છે ત્યારે સ્થાનિકોને ફાયદો થાય છે.
  • કાશીમાં હરિયાળી વધવા માટે વૃક્ષારોપણ કર્યું છે.
  • કાશીમાં ગંગા ઘાટ અને રસ્તાઓ પર સફાઈને કારણે અહીં આવતા પર્યટકોને સારો અનુભવ થઈરહ્યો છે.
  • કાશીમાં સ્વચ્છતા અને સુંદરતાનો લાભ શહેરને બહુ મળી રહ્યો છે.
  • યોગ અને આયુષ્ય દેશના હેલ્થ ટુરિઝમમાં વધારો થયો છે.
  • યોગ અને આયુષ્યનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 
  • દેશના ગામોમાં દોઢ લાખ જેટલા હેલ્થ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. 
  • અત્યાર સુધી બહુ ઓછા સમયમાં પણ લગભગ 32 લાખ ગરીબ બીમારોને આયુષ્યમાન યોજનાનો લાભ મળી ચૂક્યો છે.
  • આયુષ્યમાન યોજના પણ ગરીબોને ભારે મદદ કરી રહી છે.
  • સ્વચ્છતા જાળવવાને પગલે બીમારી પાછળ કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થયો છે.
  • દેશના નાગરિકોએ સ્વચ્છતા અભિયાનમાં જે ટેકો આપ્યો છે સરાહનીચ છે.
  • રાષ્ટ્રીય સ્તર પર જલગ્રીડ યોજનાનું પ્લાનિંગ છે.
  • આ અભિયાનનો સૌથી મોટો લાભ માતાઓ અને બહેનો મળશે.
  • દેશના દરેક ઘરને પાણી મળે એ માટે જલશક્તિ મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. દેશના દરેક ઘર સુધી પાણી પહોંચે એ જરૂરી છે. 
  • પાણીના સદુપયોગ સાથે વીજળીની પણ બચત થાય છે.
  • પાણીની વ્યવસ્થા માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
  • ઘરમાં અને સિંચાઈમાં પાણીનો દુરુપયોગ અટકાવવો જરૂરી છે. 
  • આપણા દેશમાં પાણીનો દુરુપયોગ મોટી સમસ્યા છે.
  • માછીમારોની સમસ્યા ઉકેલવા માટે નવો વિભાગ પણ બનાવવામાં આવ્યો છે. 
  • માછલીના વેપારની દિશામાં કામ કરવાની અનેક સંભાવના છે.
  • બ્લુ ઇકોનોમી પણ તૈયાર કરવામાં આવશે. 
  • ખેડૂત વીજળી વેંચીને પણ કમાણી કરી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
  • ખેડૂત જે કંઈ પણ ઉગાડે છે એને દુનિયાની માર્કેટ સુધી પહોંચાડવા માટે નિયાત નીતિ તૈયાર કરવામાં આવી છે. 
  • અમારો પ્રયાસ છે જેમાં એક  વ્યવસ્થા ઉભી કરવામાં આવે જે નિકાસમાં મદદ કરે.
  • અમે ખેડૂતનો આધુનિક નિકાસકાર તરીકે જોવા માગીએ છીએ અને એ માટે બજેટમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
  • આાપણો દેશ ભોજનના મામલામાં આત્મનિર્ભર છે એના માટે દેશના ખેડૂતોની મહેનત જવાબદાર છે.

— ANI UP (@ANINewsUP) July 6, 2019

વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરાવી

પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદી સડક માર્ગથી હરહુઆ સ્થિત પ્રાથમિક વિદ્યાલય કેમ્પસ પંચકોશી માર્ગ પર નવગ્રહ વાટિકા પહોંચ્યાં. જ્યાં તેમણે પૂજા પાઠ સાથે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી. તેમણે પીપળાનો રોપો વાવ્યો અને બાળકોને પણ રોપા સોંપ્યાં. 

— ANI UP (@ANINewsUP) July 6, 2019

વડપ્રધાન મોદીનો કાર્યક્રમ

સવારે લગભગ 11.30 કલાકે વડાપ્રધાન હરહુઆથી લાલપુર ટ્રેડ ફેસિલિટી સેન્ટર પહોંચશે. લાલપુર ટ્રેડ ફેસિલિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના દેશવ્યાપી સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. લગભગ 12.30 કલાકે તેઓ લાલપુરથી વારાણસીના રાજેન્દ્રપ્રસાદ ઘાટ  પર આવેલા માનમંદિર માટે રવાના થશે. માન મંદિર બાદ વડાપ્રધાન લગભગ 1 કલાકે પોલીસ લાઈન હેલિપેડ રવાના થશે. પોલીસ લાઈનથી પીએમ મોદી વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી માટે રવાના થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news