મસુદ વિરુદ્ધ અમેરિકા લાવ્યું પ્રસ્તાવ, ચીનનાં પેટમાં રેડાયું તેલ !

ચીને મંગળવારે અમેરિકા પર સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટીનાં અધિકારોને ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. 

મસુદ વિરુદ્ધ અમેરિકા લાવ્યું પ્રસ્તાવ, ચીનનાં પેટમાં રેડાયું તેલ !

બીજિંગ : ચીને મંગળવારે અમેરિકા પર સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટીનાં અધિકારોને ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. ચીને કહ્યું કે, અમેરિકા મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સમાવવા માટે સંયુક્તરાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટીનાં અધિકારીઓ પર કરી રહ્યું છે. ચીને કહ્યું કે, અમેરિકાનાં પગલાાને કારણે મુદ્દો વધારે ગુંચવાઇ શકે છે. અમેરિકાએ ફ્રાંસ અને બ્રિટનનાં સહયોગથી યુએનની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાની આતંકવાદી મસુદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટે પ્રસ્તાવનો ડ્રાફ્ટ રજુ કર્યો હતો. 

અમેરિકાનું આ પગલું બે અઠવાડીયા પહેલા ચીન દ્વારા મસુદને 1267 અલ કાયદા પ્રતિબંધ કમિટી હેઠળની યાદીમાં સમાવેશ કરવાનાં પ્રસ્તાવને હોલ્ડ પર મુકી દીધો હતો. આ અંગે ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયાને જણાવ્યું કે વોશિંગ્ટન દ્વારા ઉઠાવાઇ રહેલા આ પગલાથી વસ્તુઓ વધારે ગુંચવાઇ શકે છે. 

અમેરિકાએ ફ્રાંસ અને બ્રિટનની સહાયથી યુએન સુરક્ષા પરિષદમાં પાકિસ્તાની આતંકવાદી મસુદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેરાત કરવા માટે પર્સતાવનો ડ્રાફ્ટ રજુ કર્યો હતો. અમેરિકાનું આ પગલું બે અઠવાડીયા પહેલા ચીન દ્વારા મસુદને 1267 અલગ કાયદા પ્રતિબંદ કમિટી હેઠળ યાદીમાં સમાવેશ કરવાનાં પ્રસ્તાવને હોલ્ડ કરી દેવામાં આવ્યો હતો. 

આ અંગે ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયાને જણાવ્યું કે, વોશિંગ્ટન દ્વારા ઉઠાવાયેલા આ પગલામાં તમામ બાબતો ઉકેલાઇ શકે છે. શુઆંગે કહ્યું કે, આ વાતચીતથી પ્રસ્તાવનાં ઉકેલની વાત નથી. તેના કારણે સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટીનાં અધિકારોનું હનન થશે. આ દેશોની એકતાને અનુકુળ નથી, તેનાં કારણે વસ્તુઓ વધારે ગુંચવાશે. શુઆંગે કહ્યું કે, અમે અમેરિકા પાસે આશા રાખીએ કે તેઓ આ મુદ્દે સાવધાનીપુર્વક વધે અને પરાણે આ પ્રસ્તાવને આગળ વધારવાથી બચે.

— Secretary Pompeo (@SecPompeo) March 27, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news