આખરે અમેરિકાને 'એ' વસ્તુ મળી જ ગઈ, જેની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં ટ્રમ્પ

. જો કે હજુ તત્કાળ એ સ્પષ્ટ થયું નથી કે આ પત્ર ટ્રમ્પને અપાયો છે કે નહીં. 

આખરે અમેરિકાને 'એ' વસ્તુ મળી જ ગઈ, જેની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પાસેથી એક પત્રની આશા હતી અને આ પત્ર આખરે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓને મળી ગયો છે. વિદેશ વિભાગના એક અધિકારીએ આ અંગે પુષ્ટિ કરીને કહ્યું છે કે પોમ્પિઓ પાસે આ પત્ર છે. જો કે હજુ તત્કાળ એ સ્પષ્ટ થયું નથી કે આ પત્ર ટ્રમ્પને અપાયો છે કે નહીં. 

કિમનું હાલનું નિવેદન 'ખુબ સકારાત્મક' હતું-ટ્રમ્પ
પોમ્પિઓ શુક્રવારે ભારતથી પરત ફર્યાં હતાં. ટ્રમ્પ શુક્રવારે મોન્ટેના અને ડકોટામાં હતાં અને મોડેથી વ્હાઈટ હાઉસ પાછા ફર્યા હતાં. ટ્રમ્પે કહ્યું કે કિમનું હાલનું નિવેદન 'ખુબ સકારાત્મક' હતું કે તેઓ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ઉત્તર કોરિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માંગે છે. 

આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે કોરિયાઈ પ્રાયદ્વિપના પરમાણુ નિરસ્ત્રીકરણ પર સંધિ પૂરી કરવાનો સંકલ્પ લીધો હતો. જે એ વાતનો સંકેત છે કે અનેક સપ્તાહોના વિધ્નો બાદ પણ વાતચીતની શક્યતા બની છે. ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું કે "ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં અટલ ભરોસો વ્યક્ત કર્યો છે. આભાર ચેરમેન કિમ. આપણે એક સાથે મળીને તને પૂરું કરીશું."

उत्तर कोरिया ने मिसाइल परीक्षण स्थल को किया बंद, ट्रंप ने कहा- स्वागत है

પરમાણુ નિરસ્ત્રીકરણના લક્ષ્યને લઈને પ્રતિબદ્ધતા
ટ્રમ્પની આ ટ્વિટ એવા સમયમાં આવી છે જેના થોડા કલાક પહેલા કિમે સિઓલના ખાસ દૂત સાથે વાર્તામાં પરમાણુ નિરસ્ત્રીકરણના લક્ષ્યને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈન સાથે 18-20 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કોરિયામાં થનારી શિખર વાર્તાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત થઈ. કેસીએનએ દ્વારા કિમના હવાલે કહેવાયું કે "ઉત્તર અને દક્ષિણ કોરિયાએ કોરિયાઈ પ્રાયદ્વિપના નિરસ્ત્રીકરણના લક્ષ્યને હાંસલ કરવાના પ્રયત્નો આગળ વધારવા જોઈએ."

ટ્રમ્પ પ્રત્યે ભરોસામાં કોઈ બદલાવ નથી-કિમ
કિમ સાથે મુલાકાત કરનારા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચુંગ ઈયુ યોંગે જણાવ્યું કે ઉત્તર કોરિયાના નેતાએ એમ પણ કહ્યું કે ટ્રમ્પ પ્રત્યે તેમના ભરોસામાં કોઈ ફેરફાર આવ્યો નથી. આ ટિપ્પણી બાદ જ અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વિટ કરી હતી. ચુંગે કહ્યું કે કિમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા અધિકૃત કાર્યકાળમાં નિરસ્ત્રીકરણના લક્ષ્યને હાંસલ કરવા માટે અમેરિકા સાથે નિકટતાથી કામ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો. ટ્રમ્પનો કાર્યકાળ 2021માં પૂરો થઈ રહ્યો છે. અમેરિકી વિદેશ વિભાગે ગુરુવારે જાહેરાત કરી કે ઉત્તર કોરિયા માટે તેમના નવા નિયુક્ત થયેલા દૂત સ્ટીફન બીગન, કિમના દેશ પર વાતચીત કરવા માટે આગામી સપ્તાહે દક્ષિણ કોરિયા, ચીન અને જાપાન જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news