12 વર્ષની સુલેમાની પર હતી અમેરિકાની નજર, પણ આ કારણે હતો ડર

અમેરિકાના રક્ષા નિષ્ણાંતે જણાવ્યું કે, સુલેમાનીને મારવાની તક બરાક ઓબામા અને બુશ તંત્ર દરમિયાન પણ આવી હતી, પરંતુ તે ત્યારબાદના ખતરાને જોતા નિર્ણય ન કરી શક્યા. 


 

12 વર્ષની સુલેમાની પર હતી અમેરિકાની નજર, પણ આ કારણે હતો ડર

વોશિંગટનઃ ઈરાનની કુદ્સ ફોર્સના જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકાની એર સ્ટ્રાઇકમાં મોત બાદ તેહરાન અને વોશિંગટન વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ એ ખાતમાની ધમકી આપી છે, પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કે ઈરાન ક્યા પ્રકારની કાર્યવાહી કરી શકે છે. આમ તો સુલેમાની પર ઘણા લાંબા સમયથી અમેરિકાની નજર હતી. વર્ષ 2007માં અમેરિકાના કમાન્ડોએ સુલેમાનીને ઉત્તર ઇરાકમાં જોયો હતો. તે સમયે તેની પાસે સુલેમાનીને મારવાની તક હતી, પરંતુ તેના પર હુમલો ન કરવામાં આવ્યો. અમેરિકા, ઇરાકમાં પોતાના સૈનિકોની હત્યા માટે સુલેમાનીને જવાબદાર માને છે. 

તે સમયે ઇરાકમાં હાજર રહેલા રિટાયર જનરલ સ્ટૈનલી મૈકક્રિસ્ટલ પ્રમાણે, 'મેં નિર્ણય કર્યો હતો કે અમે સુલેમાનીના કાફલા પર નજર રાખીશું, તાત્કાલિક હુમલો નહીં કરીએ.' સુલેમાની ને ઠાર કરાયા બાદ ઈરાનથી આવનારી પ્રતિક્રિયાઓને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ બુશ અને બરાક ઓબાનાના તંત્રમાં એક ડરનો માહોલ હતો. આ વાત બંન્નેના તંત્રમાં કામ કરી ચુકેલા એક અધિકારીએ કહી છે. તેમનું માનવું હતું કે સુલેમાની મર્યા બાદ પણ એટલો ખતરનાક છે, જેટલો જીવિત રહેતા. 

ઈરાન પોતાના વફાદાર જનરલ સુલેમાનીને આપી રહ્યું છે યાદગાર અંતિમ વિદાય

ટ્રમ્પે અંતે આપી લીલી ઝંડી
પરંતુ, તેના પર વિચારનો અંત ત્યારે થયો જ્યારે આ સપ્તાહે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુલેમાની પર હુમલાને લીલી ઝંડી આપી હતી. સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અમેરિકાએ વિમાનથી હુમલો કર્યો, જેમાં તેનું મોત થયું હતું. ટ્રમ્પે આ ઘટના બાદ ટ્વીટ કર્યું કે, સુલેમાનીનો ખાતમો ઘણા વર્ષો પહેલા કરી દેવાની જરૂર હતી. 

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા?
તો કેટલાક પૂર્વ અધિકારીઓનું માનવું છે કે સુલેમાની ભલે અમેરિકાના સૈનિકોની મોતનો જવાબદાર રહ્યો હોય, પરંતુ ટ્રમ્પના નિર્ણય અંતે ખાડીમાં અમરિકાના નાગરિકો માટે ખતરો વધારી દીધો છે. ઓબામા પ્રશાસનમાં રક્ષા મંત્રાલયના સહાયક સચિવ રહી ચુકેલા ડેરેક શોલેટે કહ્યું, 'પહેલાના રાષ્ટ્રપતિની પાસે પણ આ પગલું ભરવાની તક હતી, જે અમે ગત રાત્રીએ જોઈ, પરંતુ તેણે ખતરાને જોતા નિર્ણય ન લીધો અને સવાલ તે સમયે પણ ઉઠ્યો હતો કે આ અમને કઈ તરફ લઈ જશે. દુર્ભાગ્યપૂર્ણ આજે તે સવાલ નથી.' ઈરાનની એલિટ સેના કુદ્સ ફોર્સના ચીફ સુલેમાની પર હુમલાના ટ્રમ્પના નિર્ણયે અમેરિકા અને ઈરાનને એક-બીજાની સામે લાવીને ઉભા કરી દીધા છે જેની વચ્ચે પરમાણુ સંધિથી અમેરિકા અલગ થયા બાદથી તણાવનો માહોલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news