US હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ ફાડી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણની કોપી

અમેરિકામાં હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ બાદ તેમના સ્પીચની કોપી ફાડી દીધી છે. યૂએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગટન ડીસીમાં પોતાનું ત્રીજું 'સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ' ભાષણ આપી રહ્યાં હતા. 
 

US હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ ફાડી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણની કોપી

વોશિંગટનઃ અમેરિકામાં હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ બાદ તેમના સ્પીચની કોપી ફાડી દીધી છે. યૂએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગટન ડીસીમાં પોતાનું ત્રીજું 'સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ' ભાષણ આપી રહ્યાં હતા. નેન્સી દ્વારા ભાણષની કોપી ફાડતો એક વીડિઓ સામે આવ્યો છે. 

વીડીઓ જોવાથી ખ્યાલ આવે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેન્સીને કોપી ફાડતા જોઈ નથી. ટ્રમ્પની પાછળ ઉભેલા નેન્સીને વીડિઓમાં સ્પષ્ટ રીતે ભાષણ લખાયેલા કાગળને ફાડતા જોઈ શકાય છે. સ્પીચ બાદ નેન્સીને જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો, તેમણે સંવાદદાતાઓને જણાવ્યું, 'આ વિકલ્પ વધુ સારો હતો. આ એક ખુબ બેકાર સ્પીચ હતી.'

વ્હાઇટ હાઉસે નેન્સી દ્વારા સ્પીચની કોપી ફાડવાને 'તેનો વારસો' ગણાવ્યો છે. 

— ANI (@ANI) February 5, 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલા પોતાના 'સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ'માં કહ્યું કે, રાષ્ટ્રપતિ પદ પર તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં અમેરિકા તે ગતિથી આગળ વધ્યું છે, જેની થોડા સમય પહેલા સુધી કલ્પના પણ મુશ્કેલ હતી.

વાર્ષિક 9 કરોડથી વધુ છે પગાર, સેન્ડવિચની ચોરી કરી તો નોકરી ગુમાવવી પડી

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એકવાર ફરી જીત હાસિલ કરવા માટે મજબૂત આધાર તૈયાર કરતા ટ્રમ્પે બંન્ને ગૃહોના સાંસદોને કહ્યું કે, અમેરિકાનું મોટું, સારૂ અને પહેલાથી વધુ મજબૂત બનવાનું સપનું પરત આવી ગયું છે. તેમણે ત્રણ વર્ષના પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવતા અને આગામી કાર્યકાળમાં પોતાના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરતા કહ્યું, 'ત્રણ વર્ષ પહેલા અમે 'ગ્રેટ અમેરિકન કમબેક'ની શરૂઆત કરી હતી. આજે રાત્રે, હું તેના અદ્ભુત પરિણામ શેર કરવા માટે તમારી સમક્ષ ઉભો છું.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news