પીએમ મોદીએ કર્યું Defence Expoનું ઉદઘાટન, કહ્યું- અટલજીનું સપનું પુરૂ થયું

રક્ષા ઉત્પાદનોની પ્રદર્શની ડિફેન્સ એક્સપો 2020 (Defence Expo 2020)નું આજથી લખનઉમાં શરૂઆત થઇ. પીએમ મોદીએ આ એક્સપોનું ઉદઘાટન કર્યું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે ભારત દ્વારા આર્ટિફિશિયલ ઇંટેલિજન્સમાં આગામી વર્ષોમાં ઓછામાં ઓછી 25 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે.

પીએમ મોદીએ કર્યું Defence Expoનું ઉદઘાટન, કહ્યું- અટલજીનું સપનું પુરૂ થયું

લખનઉ: રક્ષા ઉત્પાદનોની પ્રદર્શની ડિફેન્સ એક્સપો 2020 (Defence Expo 2020)નું આજથી લખનઉમાં શરૂઆત થઇ. પીએમ મોદીએ આ એક્સપોનું ઉદઘાટન કર્યું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે ભારત દ્વારા આર્ટિફિશિયલ ઇંટેલિજન્સમાં આગામી વર્ષોમાં ઓછામાં ઓછી 25 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. લખનઉમાં ડિફેન્સ એક્સપોનું હોવું અહીંના પૂર્વ સાંસદ રહેલા અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)નું સપનું પુરૂ થવા જેવું છે. અટલજીએ જે સપનું જોયું હતું, તેના માટે ઘણા પગલાં ભર્યા અને ગત 5 વર્ષમાં તેમાં ખૂબ તેજી આવી છે.

પીએમ મોદીએ કહ્યું કે ગત પાંચ વર્ષોમાં ડિફેન્સ લાઇસન્સની સંખ્યા 460 થઇ ગઇ છે. નવલ એક્સપોર્ટ અથવા હેલિકોપ્ટરનું ઇમ્પોર્ટ, અથવા આર્ટિલરી ગેન હોય અમે નિર્યાત કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં ડિફેન્સ એક્સપોર્ટ 35000 કરોડ સુધીનું લક્ષ્ય છે. આ વિઝન સાથે ઇતિહાસની સીખ છે, હાલની જરૂરિયાત છે અને ભવિષ્યની ચિંતા પણ.  

પીએમ મોદીએ કહ્યું કે 'આપણે આઝાદી સાથે અમારી શક્તિઓનો પ્રયોગ યોગ્ય રીતે ન કર્યો. જેથી આપણે સૌથી મોટા હથિયારોના આયાતક બની ગયા. જો આપણે આયાતક બની રહીએ છીએ તો આપણે પાંચ ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બની શકતા. આ સ્થિતિને બદલવા માટે 2014 બાદ એક પછી એક મોટા પરિવર્તન કર્યા. અમારી સરકાર પણ ઇચ્છે છે કે રક્ષા ઉત્પાદન ફક્ત સરકારી કંપનીઓ ન કરે પરંતુ સરકારી ભાગીદારી પણ હોય. હવે માર્ગ ખુલી ગયા છે, પાંચ નવી લેબ બની ગઇ છે. ડીઆરડીઓઅમં જેથી રિસર્ચ થઇ શકે. 

પીએમએ કહ્યું કે 'ડિફેન્સ એક્સપોની અગિયારમી આવૃતિમાં તમારા બધાનું સ્વાગત કરતાં મને ખુશી થઇ રહી છે. આ વખતે 1000થી વધુ વાર રક્ષા પ્રતિભાગી દુનિયાભરમાંથી તેનો ભાગ છે. ઘણા બિઝનેસ લીડર્સ પણ હાજર છે. આજનો આ અવસર ભારતની રક્ષાની ચિંતા કરવાની સાથે યુવાનો માટે અવસર છે. મેક ઇન ઇન્ડીયા હેઠળ રોજગારની તકો વધશે અને રક્ષા ઉત્પાદનો નિર્યાતને ફક્ત બળ મળશે. 

પીએમ મોદીએ કહ્યું કે એકવીસમી સદીની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે ભારતની ચર્ચા થાય છે. આજનો ડિફેન્સ એક્સપો ભારતની વિવિધતા અને વ્યાપકતાનું જીવતો જાગતો પુરાવો છે. આ પુરાવો છે કે રક્ષા મામલે ભારત એક મોટું વિઝન લઇને આગળ વધી રહ્યું છે અને  દુનિયાના વિશ્વાસને પ્રગટ કરે છે. પીએમએ કહ્યું કે સુરક્ષાના પડકારનો ઇતિહાસ જૂનો છે. જેમ જેમ પડકારો વધતા જાય છે. આ દર વર્ષે ટેક્નોલોજીની પરત થતી જાય છે. સાથીઓ ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ થાય, આતંકવાદ ફેલાઇ, તો આ વિશ્વ માટે ચેલેન્જ છે. દુનિયાની તમામ સુરક્ષા ફોર્સ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news