રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી

Donald Trump Impeachment News: મીડિયામાં જારી નિવેદન અનુસાર આ પ્રસ્તાવમાં નિવર્તમાન રાષ્ટ્રપતિ પર પોતાના પગલાં દ્વારા છ જાન્યુઆરીએ રાજદ્રોહ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. 


 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી

વોશિંગટનઃ અમેરિકાના નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોમવારે ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવને રજૂ કરતા તેમના પર પાછલા સપ્તાહે કેપિટલ બિલ્ડિંગ (અમેરિકી સંસદ)માં પોતાના સમર્થકોને હિંસા ભડકાવવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. આ પ્રસ્તાવ સાંસદ જૈમી રસ્કિન, ડેવિડ સિસિલીન અને ટેડ બ્લૂ લઈને આવ્યા છે અને તેનું સમર્થન અમેરિકી પ્રતિનિધિ સભાના 211 સભ્યોએ કર્યુ છે. 

મીડિયામાં જારી નિવેદન અનુસાર આ પ્રસ્તાવમાં નિવર્તમાન રાષ્ટ્રપતિ પર પોતાના પગલાં દ્વારા છ જાન્યુઆરીએ રાજદ્રોહ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે પોતાના સમર્થકોને કેપિટલ બિલ્ડિંગ (સંસદ પરિસર)ની ઘેરાબંધી માટે ઉશ્કેર્યા, જ્યારે ત્યાં ઇલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી ચાલી રહી હતી અને લોકોના હુમલો કરવાથી આ પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો. 

આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ પહેલા રિપબ્લિકન સાંસદોએ સોમવારે ગૃહમાં ડેમોક્રેટિક સભ્યોની તે વિનંતીને નકારી દીધી, જેમાં ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી જલદી હટાવવાને કારણે ઉપરાષ્ટ્રપિ પેન્સ પાસે 25માં સંશોધનને લાગૂ કરવાના આહ્વાન પર સર્વ સંમતિ માગવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news