અમેરિકાના પ્રથમ મહિલા જિલ બાઇડેને અચાનક કર્યો યુક્રેનનો પ્રવાસ, ઝેલેન્સ્કીના પત્ની સાથે સ્કૂલની લીધી મુલાકાત

Russia Ukraine War: અમેરિકાના પ્રથમ મહિલા અને જો બાઇડેનના પત્ની જિલ બાઇડેને અચાનક કીવની મુલાકાત લીધી છે. આ યાત્રા દરમિયાન તેમણે ઓલેના ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. 

અમેરિકાના પ્રથમ મહિલા જિલ બાઇડેને અચાનક કર્યો યુક્રેનનો પ્રવાસ, ઝેલેન્સ્કીના પત્ની સાથે સ્કૂલની લીધી મુલાકાત

કીવઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના પત્ની અને પ્રથમ મહિલા જિલ બાઇડેન રવિવારે અચાનક યુદ્ધગ્રસ્ત યુક્રેનની યાત્રા પર પહોંચ્યા હતા. આ યાત્રાની પહેલાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. કીવની યાત્રા દરમિયાન જિલ બાઇડેને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પત્ની ઓલેના ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. રશિયાના યુક્રેન પર હુમલા વચ્ચે જો બાઇડેનના પત્નીનો યુક્રેન પ્રવાસ મહત્વપૂર્ણ મામવામાં આવી રહ્યો છે. 24 ફેબ્રુઆરીએ રશિયાનો હુમલો શરૂ થયા બાદ અમેરિકા સહિત નાટો દેશોના ઘણા નેતા યુક્રેનનો પ્રવાસ કરી ચુક્યા છે. પરંતુ બાઇડેન યુદ્ધગ્રસ્ત યુક્રેનનો પ્રવાસ કરવાથી દૂર રહ્યાં છે. 

જિલ બાઇડેનની યુક્રેન યાત્રાને ગુપ્ત રાખવામાં આવી
પ્રાપ્ત વિગત અનુસાર જિલ બાઇડેનની યુક્રેન યાત્રાને ગુપ્ત રાખવામાં આવી હતી. તેમણે ઓલેના ઝેલેન્સ્કીને જણાવ્યું કે હું મધર્સ ડે પર યુક્રેન આવવા ઈચ્છતી હતી. મેં વિચાર્યુ કે યુક્રેની લોકોને તે દેખાડવું મહત્વપૂર્ણ હતું કે આ યુદ્ધને રોકવુ છે, આ યુદ્ધ વિનાશકારી છે અને અમેરિકાના લોકો યુક્રેનની સાથે ઉભા છે. તેમણે ઓલેના ઝેલેન્સ્કી સાથે યુક્રેનના સરહદી શહેર ઉજ્હોરોડની યાત્રા કરી હતી. આ શહેર સ્લોવાકિયાની સરહદ નજીક છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સ્કૂલનો પ્રવાસ કર્યો
પોતાની યાત્રા દરમિયાન અમેરિકાના પ્રથમ મહિલા અને ઓલેના ઝેલેન્સ્કી એક સ્કૂલનો પ્રવાસ કરવા પહોંચ્યા ગતા. તેમણે એક ક્લાસમાં બેંચ પર આમને-સામને બેસી વાત કરી હતી. આ યાત્રાને લઈને યુક્રેનના ફર્સ્ટ લેડી ઓલેનાએ જિલ બાઇડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમે સમજીએ છીએ કે અમેરિકાના પ્રથમ મહિલાએ યુદ્ધ દરમિયાન અહીં આવવા માટે શું કરવું પડ્યું છે, જ્યારે દરરોજ સૈન્ય કાર્યવાહી થઈ રહી છે, અહીં દરરોજ હવાઈ સાયરન વાગી રહ્યાં છે. 

યુક્રેન જિલ બાઇડેનને યાત્રાને માની રહ્યું છે મહત્વની
જે શાળામાં યુક્રેન અને અમેરિકાના રાષ્ટ્રપતિઓની પત્નીઓએ મુલાકાત કરી, તેને યુક્રેની પ્રવાસીઓ માટે અસ્થાયી આવાસમાં બદલી દેવામાં આવી છે. આ સ્કૂલની યાત્રા દરમિયાન જિલ બાઇડેને રાષ્ટ્રપતિ બાઇડેન પાસેથી ગિફ્ટ મળેલ મધર્સ ડે કોર્સેજ પહેર્યો હતો. મુલાકાત દરમિયાન બંને પ્રથમ મહિલા ગળે મળ્યા હતા અને ઓલેનાએ જિલ બાઇડેનનું બુકે આપી સ્વાગત કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news