અમેરિકાએ ચોંકાવી દીધા...કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં યુવક કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત

બ્રિટન બાદ અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો છે. કોલોરાડોના પાટનગર ડેનવરમાં 20 વર્ષના એક વ્યક્તિમાં નવો સ્ટ્રેન મળી આવ્યો છે. જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી.

અમેરિકાએ ચોંકાવી દીધા...કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં યુવક કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત

વોશિંગ્ટન: બ્રિટન બાદ અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો છે. કોલોરાડોના પાટનગર ડેનવરમાં 20 વર્ષના એક વ્યક્તિમાં નવો સ્ટ્રેન મળી આવ્યો છે. જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી. ડેનવરના ગવર્નર જેરેડ  પોલીસે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. 

ભારતમાં થઈ ગઈ છે આ નવા સ્ટ્રેનની એન્ટ્રી
બ્રિટન અને યુરોપીયન  દેશોને સંક્રમિત કરનારા કોરોના વાયરસના આ નવા સ્ટ્રેનની અમેરિકા અગાઉ ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં SARS-CoV-2 ના નવા UK વેરિએન્ટના દેશમાં ઓછામાં ઓછા 20 કેસ જોવા મળ્યા છે. બ્રિટનથી આવેલા 20 લોકો કોરોના વાયરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા છે. આ તમામ લોકોને સંબંધિત રાજ્યોના હેલ્થ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રાખ્યા છે. આ સાથે જ ભારત પણ હવે એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જ્યાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, ફ્રાન્સ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, કેનેડા, જર્મની, લેબનોન, જાપાન અને સિંગાપુરમાં પણ યુકેવાળા સ્ટ્રેનના કેસ જોવા મળ્યા છે. 

નવા સ્ટ્રેનના 20 કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાના નવા સ્ટ્રેનના 9 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશની 2 વર્ષની બાળકી સહિત કર્ણાટકમાં 3, આંધ્ર પ્રદેશમાં 3 અને તમિલનાડુમાં 1 વ્યક્તિમાં નવા પ્રકારનો સ્ટ્રેન જોવા મળ્યો છે. બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યા પછી સરકારે 23મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે, 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં 33 હજારથી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોર્ટ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના RTPCR ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી નવા કોરોના વાયરસની ઝપેટમાં આવેલા 20 લોકો સામે આવ્યા છે. આ બાજુ કેન્દ્ર સરકારે  દાવો કર્યો છે કે, રસી આ નવા પ્રકારના વાયરસ પર અસરકારક છે. સ્થિતિની ગંભીરતા જોતા યુકેની ફ્લાઈટ પર હજુ પ્રતિબંધ લંબાવી શકાય છે.

આ દેશોમાં અત્યાર સુધીમાં ફેલાઈ ચૂક્યો છે કોરોનાનો નવો સ્ટ્રેન
અત્રે જણાવવાનું કે સૌથી પહેલા કોરોના વયારસના નવા સ્ટ્રેનની પુષ્ટિ બ્રિટનમાં થઈ હતી. ત્યારબાદ તે ભારત સહિત અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. નવા સ્ટ્રેનના કેસ અત્યાર સુધીમાં બ્રિટન, ભારત, અમેરિકા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, લેબનોન, સિંગાપુર અને નાઈજીરિયામાં મળી ચૂક્યા છે. આ ઉપરાંત સાઉથ આફ્રીકામાં પણ કોરોનાનો એક નવો સ્ટ્રેન મળ્યો છે. જે બ્રિટનમાં મળી આવેલા નવા સ્ટ્રેન કરતા બિલકુલ અલગ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news