મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન ફરી કરશે અવળચંડાઇ ?

જૈશ એ મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વિકારી હતી ત્યાર બાદ અઝહરને એખ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજુ કર્યો હતો

મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન ફરી કરશે અવળચંડાઇ ?

બીજિંગ : પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ સમુદ અઝઙરને એક વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે 13 માર્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદમાં એક પ્રસ્તાવ લાવવામાં આવવાનો હોવાનાં સમાચારો વચ્ચે ચીને સોમવારે કહ્યું કે, માત્ર વાતચીત દ્વારા જ એક જવાબદાર સમાધાન નિકળી શકે છે. ચીને કહ્યું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવને ઘટાડવા માટે પોતાની વાતચીતમાં સુરક્ષાનાં મુદ્દાઓને એક મહત્વપુર્ણ વિષય બનાવ્યો છે. 

જૈશ એ મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી ત્યાર બાદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. રિપોર્ટ અનુસાર 13 માર્ચે યુએનએસસીની 1267 સમિતી દ્વારા આ પ્રસ્તાવને ઉઠાવવાની આશા છે. ભારત અને યુએનએસસીનાં અન્ય સભ્યો દ્વારા લવાયેલા આ પ્રકારનાં પ્રસ્તાવો પર ત્રણ વખત વિરોધ કરીને પ્રસ્તાવ અંગે વિટો વાપરી ચુક્યું છે. આ વખતે પણ ચીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. 

ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લુ કાંગને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, પહેલા તો હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે યુએનએસસી યુએનની એક મુખ્ય સંસ્થા છે અને તેની પાસે આકરા માનકો અને પ્રક્રિયાના નિયમ છે. કેટલાક રિપોર્ટમાં યુએનએસસીની અંદરની માહિતી આપવામાં આવી છે. મને ખબર નથી કે શું તેને એક પુરાવા તરીકે ગણી શકાય કે નહી. તેમણે 1267 પ્રતિબંધ સમિતીઓ દ્વારા કોઇને આતંકવાદી જાહેર કરાવવા માંગે ચીનની સ્થિતી સુસંગન અને સ્પષ્ટ છે. ચીને જવાબદાર વલણ અપનાવ્યું છે, સમિતીનાં નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે તથા જવાબદાર પદ્ધતીથી ચર્ચામાં ભાગ લેવાયો હતો. માત્ર વાતચીત દ્વારા જ અમે એક જવાબદાર સમાધાન સુધી પહોંચી શકીશું. 

હાલમાં જ ચીનના ઉપવિદેશ મંત્રી કોંગ શુઆનયુએ પાકિસ્તાન પ્રવાસ કર્યો. વડાપ્રધાન ઇમરાન ખાન, સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. શનિવારે કહ્યું કે, યુએનએસસીના સભ્યોને પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદની ટ્રેનિંગ શિબિરો અને અઝહરની હાજરી અંગે માહિતી છે. તેમણે સભ્ય દેશોને અઝહરને એક વૈાશ્વિક આતંકવાદી જાહેર કરવાની અપીલ કરી હતી. 
કાંગે કહ્યું કે, અમે બંન્ને પક્ષોની સાથે મધ્યસ્થાના પ્રયાસો કરી રહ્યા છે અને તણાવ ઘટાડવા માટે વાતચીત કરવામાં આવી છે. અમે ઘણા પ્રયાસો કર્યા છે. વાતચીત દરમિયાન સુરક્ષા એક મહત્વપુર્ણ વિષય છે. અમારી વાતચીત પણ ઘણી વિસ્તૃત હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news