Covid-19: UN ચીફે ભારતના કર્યા પેટછૂટા વખાણ, જાણો શું કહ્યું?

કોરોના (Corona Virus) મહામારી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે (Antonio Guterres) ગુરુવારે ભારતના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ વેક્સિનેશન અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ.

Covid-19: UN ચીફે ભારતના કર્યા પેટછૂટા વખાણ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: કોરોના (Corona Virus) મહામારી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે (Antonio Guterres) ગુરુવારે ભારતના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ વેક્સિનેશન અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. યુએન ચીફે ભારતની વેક્સિન નિર્માણ ક્ષમતાના વખાણ કરતા કહ્યું કે આજે તે દુનિયા માટે 'સૌથી મોટી અસ્કયામત (asset) છે.

પત્રકારો સાથે વાતચીત કરતા યુએન (UN) ચીફે કહ્યું કે મને ખબર છે કે ભારતમાં મોટા પાયે સ્વદેશમાં વિક્સિત રસીઓ (Corona Vaccine) નું પ્રોડક્શન થાય છે. અમે આ માટે ભારતીય સંસ્થાનોના સંપર્કમાં છીએ. અમને પૂરેપૂરી આશા છે કે ગ્લોબલ વેક્સિનેશન કેમ્પેઈનને સફળ બનાવવા માટે ભારત (India) દરેક પ્રકારની જરૂરી મોટી ભૂમિકા ભજવશે.

ગુતારેસે કહ્યું કે મને લાગે છે કે ભારત (India) ની પ્રોડક્શન કેપેસિટી આજે દુનિયા માટે સૌથી મોટી અક્યામત છે. હું આશા રાખું છું કે દુનિયા એ વાતને સમજે કે આ અસ્કયામત (asset) નો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ. 

— ANI (@ANI) January 28, 2021

અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારત પોતાના પાડોશી દેશોને કોરોના રસીના 55 લાખથી વધુ ડોઝ ભેટ કરી  ચૂક્યું છે. આ ઉપરાંત ભારત ઓમાન, CARICOM દેશો, નિકારગુઆ, પેસિફિક આયલેન્ડ સ્ટેટ્સને પણ રસી ભેટ આપવાની યોજના ઘડી રહ્યું છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે જણાવ્યું કે ભારત આફ્રિકાને કોરોના રસીના એક કરોડ ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત COVAX હેઠળ સંયુક્ત રાષ્ટ્રના હેલ્થ વર્કર્સ્સ માટે પણ ભારત કોરોના રસીના 10 લાખ ડોઝ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news