યુક્રેન સંકટ: પુતિનને મળવા તૈયાર તો થયા બાઈડેન, પરંતુ રાખી આ મોટી શરત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ટાળવાની કોશિશોમાં લાગેલા અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત માટે તૈયાર થઈ ગયા છે.
Trending Photos
વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ટાળવાની કોશિશોમાં લાગેલા અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત માટે તૈયાર થઈ ગયા છે. અમેરિકા તરફથી કહેવાયું છે કે જો રશિયા યુક્રેન પર હુમલો ન કરે તો બાઈડેન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે સૈદ્ધાંતિક રીતે મુલાકાત કરવા માટે તૈયાર છે.
મેક્રોનની મહત્વની ભૂમિકા
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે 'સૈદ્ધાંતિક રીતે' મળવા માટે સહમત છે. પરંતુ એવી સ્થિતિમાં કે જ્યારે રશિયા યુક્રેન પર આક્રમણ ન કરે. અત્રે જણાવવાનું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ જંગના જોખમને ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. રવિવારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિના અધિકૃત ભવન Elysee Palace તરફથી પણ બાઈડેન-પુતિન મુલાકાત અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
પુતિન સાથે થઈ હતી ફોન પર વાત
નિવેદનમાં કહેવાયું છે કે બાઈડેન અને પુતિન, મેક્રોન તરફથી પ્રસ્તાવિત શિખરવાર્તા માટે તૈયાર થઈ ગયા છે. મેક્રોને પોતાના પ્રસ્તાવમાં યુરોપમાં સુરક્ષા અને રણનીતિક સ્થિરતા પર ચર્ચા કરવાની વાત રજૂ કરી છે. જો કે આ પ્રસ્તાવ સાથે એ શરત પણ રજૂ કરાઈ છે કે આ મુલાકાત ત્યારે જ થશે જ્યારે રશિયા યુક્રેન પર આક્રમણ ન કરે. અત્રે જણાવવાનું કે મેક્રોને રવિવારે પુતિન સાથે બેવાર ફોન પર વાત કરી હતી, આ સાથે જ તેમણે બાઈડેનનો પણ યુક્રેનની સ્થિતિ અંગે સંપર્ક કર્યો હતો. આવા સમયે આ સહમતિની વાત સામે આવી છે.
US President Joe Biden agrees to meet with Russian President Vladimir Putin 'in principle' if an invasion hasn't happened: Jen Psaki, Press Secretary, The White House#Ukraine pic.twitter.com/4gD7W013D9
— ANI (@ANI) February 21, 2022
24 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ થશે ડેટ!
Elysee તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેન અને રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવ મળી રહ્યા છે ત્યારે આ સમિટ માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે. નોંધનીય છે કે આ અગાઉ એન્ટની બ્લિંકને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન યુદ્ધ ટાળવા માટે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન સાથે કોઈ પણ સ્થાને, સમયે અને કોઈ પણ સ્વરૂપે વાતચીત કરવા માટે તૈયાર છે. બ્લિંકને CNN ને કહ્યું હતું કે 'અમે માનીએ છીએ કે રાષ્ટ્રપતિ પુતિને પોતાનો નિર્ણય લીધો છે જો કે જ્યાં સુધી ટેન્ક વાસ્તવમાં આગળ ન વધે અને વિમાનો ઉડાણ ન ભરે ત્યાં સુધી અમે દરેક તકનો ઉપયોગ કરતા રહીશું.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે