દેશના PM કરતા હજારો ગણી કમાણી કરે છે આ મહિલા, સેલેરી જાણી રહી જશો દંગ
ઇંગ્લેન્ડની (England) સૌથી ધનિક મહિલાનો (Rich Woman) દરજ્જો મેળવનાર ડેનિસ કોટ્સે ગયા વર્ષે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તેણે ગયા વર્ષે કંપની પાસેથી 469 મિલિયન પાઉન્ડનું પેકેજ લીધું હતું, જે ભારતીય ચલણમાં 47 અબજ 55 કરોડથી વધુ છે
Trending Photos
લંડન: ઇંગ્લેન્ડની (England) સૌથી ધનિક મહિલાનો (Rich Woman) દરજ્જો મેળવનાર ડેનિસ કોટ્સે ગયા વર્ષે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તેણે ગયા વર્ષે કંપની પાસેથી 469 મિલિયન પાઉન્ડનું પેકેજ લીધું હતું, જે ભારતીય ચલણમાં 47 અબજ 55 કરોડથી વધુ છે. તેમની આવક જોઇ મોટા મોટા જાણકારો પણ આશ્ચર્યચકિત છે. તેમનો પગાર બ્રિટનના પ્રધાનમંત્રીના (Prime Minister of Britain) પગાર કરતા હજારો ગણો વધારે છે.
શું કરે છે ડેનિસ?
અમારી સહયોગી વેબસાઈટ WION ના સમાચાર અનુસાર, ડેનિસ કોટ્સ એક ઓનલાઈન ગેમ્બલિંગ કંપની (Online gambling company) Bet365 ની જોઇન્ટ ચીફ એક્ઝિક્યુટિવ (Joint Chief Executive) છે. તેણે ગત વર્ષ 42 અબજ 68 કરોડ રૂપિયાનો (£421 million) પગાર મળ્યો હતો. તે 53 વર્ષની છે અને તે Bet365 કંપનીની સ્થાપક પણ છે. તેણે આ વર્ષે 468.9 મિલિયન પાઉન્ડની કમાણી કરી છે. તેમની આટલી સેલેરીનો અર્થ કે તે દેશના પ્રધાનમંત્રીની તુલનામાં 3,126 ગણો પગાર મેળવે છે. બ્રિટનમાં પ્રધાનમંત્રીને (Prime Minister of Britain) વર્ષે લગભગ £150,000 નું પેકેજ મળે છે.
2000 ના દાયકામાં નાખ્યો હતો કંપનીનો પાયો
ડેનિસ કોટ્સે 2000 ના દાયકાની શરૂઆતમાં ઓનલાઇન દુનિયાની શક્તિ જાણી ગઈ હતી અને કંપનીનો પાયો નાખ્યો. કોટ્સ યુકેમાં સૌથી વધુ સેલેરી મેળવનાર બોસ છે. તંની કંપનીમાં તેનો ભાઈ પણ તે જ પોસ્ટ પર છે, તો પિતા તે કંપનીના માલિક છે. તેમની કંપની પણ Bet365 સોકર ક્લબ સ્ટોક સિટીની (Soccer club Stoke City) માલિકી ધરાવે છે. આ ક્લબને કારણે, કંપનીને પણ 2017-2018 ના ગાળામાં મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.
Bet365 કંપની કરે છે આ કામ
ડેનિસ કોટ્સ જે કંપનીની માલિક છે, તે કંપની સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે પણ કામ કરે છે. આટલું જ નહીં, કંપનીનો ઓનલાઇન બેટિંગનો વ્યવસાય સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. યુરોપ સિવાય તેમના વ્યવસાયનો મોટો હિસ્સો અમેરિકાથી પણ આવે છે. આટલું જ નહીં, મકાઉ અને હોંગકોંગ જેવા ચીની વિસ્તારોને પણ કંપની તરફથી મોટો ફાયદો મળે છે. ભલે આ કંપની પોતાનો વ્યવસાય ઓનલાઇન કરવાનો દાવો કરે છે, પરંતુ યુરોપના ઘણા દેશોમાં, આ કંપની પાસે ગેમ્બલિંગની પોતાની સુવિધા છે. જો કે, યુરોપમાં ગેમ્બલિંગ રમવું ગેરકાયદેસર માનવામાં આવતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે