UK: બ્રિટનના પ્રિન્સ હૈરી બીજીવાર બનશે પિતા, શાહી પરિવારમાં ખુશીનો માહોલ
પરિવારમાં આવનાર બાળક બ્રિટેશ શાહી પરિવારનો આઠમો ઉત્તરાધિકારી હશે. પ્રિંસ હૈરી અને અભિનેત્રી મેગને મે 2018મા વિન્ડસર કૈસલમાં લગ્ન કર્યા હતા.
Trending Photos
લોસ એન્જલસ / લંડનઃ બ્રિટનના રાજકુમાર 'ડ્યૂક ઓફ સસેક્સ' હૈરી અને તેમની પત્ની 'ડચેસ ઓફ સસેક્સ' મેગન મર્કેલ બીજીવાર માતા-પિતા બનવાના છે. દંપતિના એક પ્રવક્તાએ કહ્યુ, 'અમે તે વાતની પુષ્ટિ કરવા ઈચ્છીએ છીએ કે (દંપત્તિના પુત્ર) આર્ચી મોટો ભાઈ બનવાનો છે. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ બીજીવાર માતા-પિતા બનવાને લઈને ખુબ ઉત્સાહિત છે.'
પરિવારમાં આવનાર બાળક બ્રિટેશ શાહી પરિવારનો આઠમો ઉત્તરાધિકારી હશે. પ્રિંસ હૈરી અને અભિનેત્રી મેગને મે 2018મા વિન્ડસર કૈસલમાં લગ્ન કર્યા હતા. આર્ચીનો જન્મ 2019મો થયો હતો. મેગને જુલાઈ 2020માં ગર્ભપાત હોવાની જાણકારી આપી હતી. દંપતિ શાહી પરિવાર છોડી ઉત્તરી અમેરિકામાં રહે છે. શાહી કપલે આ ખુશખબરી તેવા સમયે આપી છે જ્યારે મેગન મર્કલે નિજતાના હનનને લઈને એસોસિએટેડ ન્યૂઝ પેપર્સ લિમિટેડ (એએનએલ) વિરુદ્ધ લંડન ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કેસ જીત્યા બાદ આ નિર્ણયને "ગોપનીયતા અને કોપિરાઇટની એકંદર જીત" ગણાવ્યો છે.
મર્કલે નિર્ણયને ગોપનીયતા તથા કોપીરાઇટની સમગ્ર જીત ગણાવ્યો
એએનએલે મર્કલ દ્વારા પોતાના પિતાને લખેલા પત્રના કેટલાક અંશ પ્રકાશિત કર્યા છે. આ અંગત અને વ્યક્તિગત પત્રોના પ્રકાશનને લઈને મર્કેલે મેલ ઓન સન્ડે અને મેલ ઓનલાઇનના પ્રકાશકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં ન્યાયાધીશ માર્ક વર્બીએ મર્કેલના પક્ષમાં ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશે કહ્યું, ફરિયાદીની યોગ્ય અપેક્ષા હતી કે પત્રના વિષય વસ્તુને અંગત રાખવામાં આવે. મેલે લેખોની વાજબી અપેક્ષાને પૂરી કરી નથી.
મર્કેલે આ પ્રક્રિયા દરમિયાન સહયોગ આપવા માટે પોતાના પતિ પ્રિન્સ હૈરીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. મર્કલે આ નિર્ણય બાદ પોતાના નિવેદનમાં કહ્યું, 'હું કોર્ટની આભારી છું કે બે વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ એસોસિએટેડ ન્યૂઝપેપર અને ધ મેલને તેની ગેરકાયદેસર તથા અમાનવીય ગતિવિધિઓ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા.' તેમણે કહ્યું, આ સમાચાર પત્રો માટે આ એક રમત છે. મારા અને ઘણા અન્ય લોકો માટે આ અસલ જિંદગી, સાચા સંબંધો અને સાચી ઉદાસી છે. મર્કલે આ નિર્ણયને ગોપનીયતા તથા કોપીરાઇટની સમગ્ર જીત ગણાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે