આખરે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ પર બ્રિટન અને European Unionમાં બની સહમતિ, જાણો ભારત પર શું થશે અસર
UK-EU Brexit Trade Deal: મહિનાઓ સુધી ચાલેલી મડાગાંઠ બાદ આખરે બ્રિટન અને યુરોપીય યૂનિયન વચ્ચે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ પર સહમતિ બની ગઈ છે. ત્યારબાદ બ્રિટન હવે યૂરોપની સિંગલ બઝારનો ભાગ રહેશે નહીં. બ્રિટનના પ્રધાનમંત્રી કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટે તેની પુષ્ટિ કરતા કહ્યુ કે, અમે યુરોપીય યૂનિયન (ઈયૂ)ની સાથે ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપી દીધુ છે.
Trending Photos
લંડનઃ મહિનાઓ સુધી ચાલેલી મડાગાંઠ બાદ આખરે બ્રિટન અને યુરોપીય યૂનિયન વચ્ચે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ પર સહમતિ બની ગઈ છે. ત્યારબાદ બ્રિટન હવે યૂરોપની સિંગલ બઝારનો ભાગ રહેશે નહીં. બ્રિટનના પ્રધાનમંત્રી કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટે તેની પુષ્ટિ કરતા કહ્યુ કે, અમે યુરોપીય યૂનિયન (ઈયૂ)ની સાથે ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપી દીધુ છે. અમે અમારા પૈસા, સરહદો, કાયદા, વ્યાપાર અને માછલી પકડવાના જળ ક્ષેત્રને પરત લઈ લીધા છે.
બ્રિટને ગણાવ્યા સારા સમાચાર
બ્રિટનના પીએમ કાર્યાલયે કહ્યુ કે, આ ડીલ બ્રિટનમાં દરેક ભાગમાં રહેતા પરિવારો અને વ્યાવસાયિકો માટે શાનદાર સમાચાર છે. અમે પહેલા મુક્ત વ્યાપારની સમજુતિ પર હસ્તાક્ષર કર્યા છે જે ઝીરો ટેરિફ અને ઝીરો કોટા પર આધારિત છે. અમે આ ક્યારેય ઈયૂની સાથે રહેતા હાસિલ ન કરી શકત.
બ્રેક્ઝિટથી ભારતને ફાયદો કે નુકસાન?
બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ બાદ બ્રિટનની સાથે ભારતની મુક્ત વ્યાપાર સમજુતી થઈ શકે છે. તેનાથી ભારત-બ્રિટન વચ્ચે કારોબાર વધવામાં મદદ મળી શકે છે. બ્રિટન એક નાનો દેશ છે, પરંતુ તે એક સેન્ટ્રલ માર્કેટ છે. પોર્ટુગલ અને ગ્રીસ જેવા ઘણા દેશ બ્રિટનથી સામાન લઈ જાય છે. બ્રિટનની સાથે એફટીએ હોવાથી ભારતને એક વિશાળ બઝાર મળી શકે છે.
આ પણ વાંચોઃ બ્રિટનમાં કોરોનાની બીજી સ્ટ્રેન બાદ ઇઝરાયલે લગાવ્યું લૉકડાઉન, ચીને ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ
આ ક્ષેત્રોમાં ભારતને મળશે તક
યુરોપીય સંઘની સાથે ભારત એફટીએનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે સફળ ન થયું. બ્રિટન ઈયૂથી અલગ થયા બાદ ભારતને લાભ થશે. બેન્ક ઓફ અમેરિકાના એક રિપોર્ટ પ્રમાણે બ્રિટન અને યુરોપીય યૂનિયન બંન્ને બ્રેક્ઝિટ પ્રક્રિયામાં ખોટમાં રહી શકે છે. અહીં ભારત પ્રોજક્ટ અને સેવા ઓફર કરવાના મામલામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત ટેક્નોલોજી, સાઇબર સુરક્ષા, ડિફેન્સ અને ફાઇનાન્સમાં મોટું ભાગીદાર બની શકે છે.
શું છે બ્રેક્ઝિટ
બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન+એક્ઝિટ. બ્રેક્ઝિટનો સીધો અર્થ છે કે બ્રિટન યુરોપીયન યૂનિયનમાંથી બહાર થશે. બ્રિટને એક વર્ષ પહેલા જ યુરોપીય યૂનિયનમાંથી બહાર થવાની જાહેરાત કરી દીધી હતી. 2015માં બ્રિટનમાં ઈયૂમાંથી બહાર નિકળવા માટે જનમત સંગ્રહ થયો હતો. જેમાં ત્યાંના લોકોની મોટી સંખ્યામાં બ્રેક્ઝિટનું સમર્થન કર્યું હતું. તેને કારણે તત્કાલીન ડેવિડ કેમરન સરકારે રાજીનામુ આપવુ પડ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી થેરેસા મેના કાર્યકાળમાં પણ બ્રેક્ઝિટ ટ્રેડ ડીલને લઈને વાતચીત થઈ હતી, પરંતુ સમજુતિ ન થઈ શકી. ત્યારબાદ બોરિસ જોનસનના કાર્યકાળમાં આખરે યુરોપીય યૂનિયનની સાથે સહમતિ બની ગઈ છે.
કઈ રીતે બન્યું યુરોપીય યૂનિયન
બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા બાદ યુદ્ધમાં ભાગ લેનારા તમામ દેશોએ નુકસાન સહન કરવું પડ્યું હતું. આ યુદ્ધ પૂરુ થયાના પાંચ વર્ષ બાદ ફ્રાન્સ અને જર્મનીએ એક સંધિ કરી, જેમાં કહેવામાં આવ્યું કે, બંન્ને દેશ એકબીજા વિરુદ્ધ હવે કોઈ યુદ્ધ કરશે નહીં. આ યોજના હેઠળ છ દેશોએ વર્ષ 1950માં એક ડીલ પર સહી કરી હતી. સાત વર્ષ બાદ રોમમાં એક સંધિ થઈ હતી. ત્યારબાદ યુરોપીય આર્થિક સમુદાય (ઈસીસી)ની રચના કરવામાં આવી હતી. આ યુરોપીય આર્થિક સમુદાયને આજે યુરોપીય યૂનિયનના રૂપમાં ઓળખવામાં આવે છે. વર્ષ 1972ની શરૂઆતમાં ત્રણ નવા દેશ જોડાયા હતા. તેમાંથી એક દેશ બ્રિટન હતો. વર્તમાનમાં ઈયૂના 28 સભ્ય છે અને તેની કુલ વસ્તી આશરે 50 કરોડ છે.
વર્તમાનમાં આ દેશ છે યુરોપિયન યૂનિયનના સભ્ય
વર્તમાનમાં 27 દેશ સામેલ છે. જેમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, હંગેરી, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ, ઇટાલી, લેટવિયા, લિથુનીયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા , સ્લોવેનીયા, સ્પેન અને સ્વીડન સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે