આ મહિલાએ માત્ર 3 દિવસમાં કરી 208 દેશોની યાત્રા, બનાવ્યો વિશ્વ રેકોર્ડ
યૂએઈની ડો. ખાવલા અલ રોમાથીએ 3 દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરી રેકોર્ડ બનાવ્યો છે. અલ રોમાથીએ વિશ્વ રેકોર્ડ ટાઇટલ હાસિલ કરવા માટે 208 દેશોની યાત્રા પૂરી કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ તમે વર્ષ 2004મા આવેલી બોલીવુડ ફિલ્મ 'અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડે' તો જોઈ હશે, આ ફિલ્મમાં અભિનેતા જેકી ચેને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની કહાની જૂલ્સ વર્નેના ઉપન્યાસમાંથી લેવામાં આવી હતી, જેને જૂલ્સ વર્નેએ 1872મા લખી હતી. ત્યારે તે કલ્પના કરવામાં આવી હશે નહીં કે કોઈ આટલા સમયમાં વિશ્વનું ભ્રમણ કરી શકે છે. હાલમાં એક મહિલાએ સાત મહાદ્વીપોમાં સૌથી ઓછા સમયમાં યાત્રા કરવા માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે.
હકીકતમાં યૂએઈની ડો. ખાવલા અલ રોમાથીએ આ સિદ્ધિ મેળવી છે. રોમાથીએ 3 દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અલ રોમાથીએ માત્ર 3 દિવસ 14 કલાક 46 મિનિટમાં આ સિદ્ધિ હાસિલ કરી છે. અલ રોમાથીએ વિશ્વ રેકોર્ડ હાસિલ કરવા માટે 208 દેશોની પોતાની યાત્રા પૂરી કરી. અલ રોમાથીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સત્તાવાર પ્રમાણપત્રની સાથે એક પોસ્ટ શેર કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરવાની સાથે તેણે લખ્યું, 'હું હંમેશાથી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની દીવાની રહી છું. પોતાની યાત્રા વિશે વિચારીને કે હું ક્યા-ક્યા માધ્યમથી ગઈ છું, પ્રમાણપત્ર લેવા જવું ખુબ ભારે લાગી રહ્યું હતું.' આ સાથે રોમાથીના ફોલોવર્સે તેના આ જુસ્સાનું સન્માન કર્યું છે. ઘણા યૂઝર્સે સોશિયલ મીડિયા પર તેના રોમાંચક કાર્યની પ્રશંસા કરી છે. તો લોકો તેને શુભેચ્છા પણ આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે