Earthquake in Turkey: તુર્કી-સીરિયામાં ભૂકંપે તારાજી સર્જી; 760 લોકોના મોત અનેક ઘાયલ, ભારત કરશે મદદ

તુર્કીમાં સોમવારે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 નોંધવામાં આવી. ભૂકંપના કારણે દક્ષિણ-પૂર્વ તુર્કીમાં ભારે નુકસાનના સમાચાર સામે આવ્યા.અહીંયા 16 જેટલી મોટી બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ... જેમાં અત્યાર સુધી તુર્કી અને સિરીયા સહિત લેબનોન, અને ઈઝરાયેલમાં 700થી વધુ લોકોના મોત થયા છે.

Earthquake in Turkey: તુર્કી-સીરિયામાં ભૂકંપે તારાજી સર્જી; 760 લોકોના મોત અનેક ઘાયલ, ભારત કરશે મદદ

તુર્કીમાં સોમવારે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 નોંધવામાં આવી. ભૂકંપના કારણે દક્ષિણ-પૂર્વ તુર્કીમાં ભારે નુકસાનના સમાચાર સામે આવ્યા.અહીંયા 16 જેટલી મોટી બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ... જેમાં અત્યાર સુધી તુર્કી અને સિરીયા સહિત લેબનોન, અને ઈઝરાયેલમાં 700થી વધુ લોકોના મોત થયા છે. જોકે ભૂકંપના મોટા આંચકાના કારણે મોતના આંકડામાં વધારો થઈ શકે છે.

તુર્કીમાં આવેલા ભૂકંપના આંચકાથી પાડોશી દેશ સિરીયા પણ ધ્રૂજી ઉઠ્યો. અહીંયા પણ અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 150 ઈમારતો તૂટી ગઈ છે. ભારે જાનમાલનું નુકસાન થયું છે. ભૂકંપના આંચકા તુર્કી અને સીરિયા ઉપરાંત ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સાઈપ્રસ, બેલનોન, ઈરાકમાં પણ મહેસૂસ થયા.

ભૂકંપનું કેન્દ્ર તુર્કી કાઝિયાટેપમાં હતું. જે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. આવામાં સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બોર્ડરની બંને બાજુ ભારે તબાહી થઈ છે. તુર્કીના સ્થાનિક સમય મુજબ સવારે 4.17 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્ર બિન્દુ જમીનથી 17.9 કિલોમીટર અંદ હતું. 

સતત વધી રહ્યો છે મૃત્યુઆંક
પ્રાથમિક માહિતી મુજબ તુર્કી સહિત સીરિયા, લેબનોન, ઈઝરાયેલમાં 760 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જ્યારે 1000થી વધુ ઘાયલ છે. પરંતુ આ આંકડો વધુ હોઈ શકે છે. અલગ અલગ મીડિયા રિપોર્ટ્સમાં મૃતકોનો આંકડો અલગ અલગ દર્શાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં આંકડો સતત વધી રહ્યો છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગે માલ્ટા અને સેનલુઈફાના લોકો છે. તુર્કીના અડાના શહેરમાં મોટી મોટી ઈમારતો પત્તાની જેમ તૂટી પડી. સીરિયામાં પણ મોટા પાયે જાનહાનિ થઈ છે. લેબનોન અને ઈઝરાયેલમાં અન્ય નુકસાન અંગે માહિતી નથી. 

— Joyce Karam (@Joyce_Karam) February 6, 2023

ભારત કરશે મદદ
જ્યારે તુર્કીમાં ભૂકંપના સમાચાર આવ્યા ત્યારે પીએમ મોદી કર્ણાટકના પ્રવાસે હતા. પોતાના કાર્યક્રમ દરમિયાન તુર્કીને તેમણે મદદનું આશ્વાસન આપ્યું. પ્રધાનમંત્રીના નિર્દેશ પર તેમના સચિવ ડો.પી કે મિશ્રાએ તત્કાળ રાહત ઉપાયો પર ચર્ચા કરવા માટે સાઉથ બ્લોકમાં એક બેઠક કરી. તેમાં નિર્ણય લેવાયો કે તુર્કી ગણરાજ્યની સરકારના સમન્વયથી રાહત સામગ્રીની સાથે સાથે એનડીઆરએફ અને ચિકિત્સા દળોની શોધ અને બચાવ ટુકડીઓ તરત મોકલવામાં આવશે. ખાસ કરીને તાલિમ બદ્ધ ડોગ સ્ક્વોડ અને જરૂરી ઉપકરણો સાથે 100 કર્મીઓ વાળી એનડીઆરએફની બે ટીમો શોધ અને બચાવ કાર્ય માટે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જવા માટે તૈયાર છે. જરૂરી દવાઓ સાથે તાલિમબદ્ધ ડોક્ટરો અને પેરામેડિક્સ સાથે મેડિકલ ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે. તુર્કી ગણરાજ્યની સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ તથા ઈસ્તંબુલમાં મહાવાણિજ્ય દૂતાવાસના કાર્યાલયના સમન્વયથી રાહત સામગ્રી મોકલવામાં આવશે. બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, એનડીએમએ, એનડીઆરએફ, રક્ષા, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. 

— OSINTdefender (@sentdefender) February 6, 2023

કેમ આવે છે ભૂકંપ?

ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે. 

રિક્ટર સ્કેલ        આંચકાની અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે. 
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે. 
5 થી 5.9          ફર્નીચર હલે છે. 
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે. 
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી. 

તુર્કીમાં કેમ આટલા આવે છે ભૂકંપ?
તુર્કીની ભૌગોલિક સ્થિતિના કારણે અહીંયા અવારનવાર ભૂકંપ આવતા રહે છે... અહીંયા 1999માં આવેલા ભૂકંપમં 18,000 લોકોના મોત થયા હતા... 

કેમ તુર્કીમાં આવે છે ભૂકંપ?
- 4 પ્લેટના જંક્શન પર વસેલું છે તુર્કી
- તુર્કીનો મોટો ભાગ એનાટોલિયન પ્લેટ પર આવેલો છે
- એનાટોલિયનનો અર્થ છે નાનું એશિયા
- આ પ્લેટના પૂર્વમાં ઈસ્ટ એનાટોલિયન ફોલ્ટ છે
- ડાબી બાજુ ટ્રાન્સફોર્મ ફોલ્ટ અરેબિયન પ્લેટ સાથે જોડાય છે
- દક્ષિણ અને દક્ષિણ-પશ્વિમમાં આફ્રિકન પ્લેટ છે
- ઉત્તર દિશા બાજુ યૂરેશિયન પ્લેટ એનાટોલિયન ફોલ્ટ સાથે જોડાય છે
- આ એનાટોલિયન પ્લેટ ઘડિયાળની જેમ ફરે છે
- જેના કારણે તે પ્લેટ અરેબિયન પ્લેટને ધક્કો મારે છે
- એનાટોલિયન પ્લેટને જ્યારે અરેબિયન પ્લેટ ધક્કો મારે છે ત્યારે તે યૂરેશિયન પ્લેટ સાથે ટકરાય છે
- આ સ્થિતિના કારણે ભૂકંપના આંચકા  અનુભવાય છે 

તુર્કીમાં ક્યારે-ક્યારે ભૂકંપ આવ્યો?

વર્ષ 1784
તીવ્રતા 7.6
5થી 10 હજાર લોકોના મોત

વર્ષ 1939
તીવ્રતા 7.8 
32,000થી વધારે લોકોના મોત

વર્ષ 1943
તીવ્રતા 7.5
5000 લોકોના મોત

વર્ષ 1944
તીવ્રતા 7.5
4000 લોકોના મોત

વર્ષ 1976
તીવ્રતા 7.5
4000 લોકોના મોત

વર્ષ 1999
તીવ્રતા 7.6
17,000થી વધારે લોકોના મોત

કયા સમયમાં કેટલા લોકોના મોત?
1900 પહેલાં 6 લાખથી વધારે લોકોના મોત
 1900થી 1999 સુધી 70 હજાર લોકોના મોત
2000થી અત્યાર સુધી લગભગ 1000 મોત
24 વર્ષમાં 18,000થી વધુ લોકોના મોત

તુર્કીમાં કયા મહિનામાં ભૂકંપનો સૌથી વધારે ખતરો

જાન્યુઆરી - 5 ભૂકંપ
ફેબ્રુઆરી - 7 ભૂકંપ
માર્ચ - 6 ભૂકંપ
એપ્રિલ - 5 ભૂકંપ
મે - 9 ભૂકંપ
જૂન - 5 ભૂકંપ
જુલાઈ - 8 ભૂકંપ
ઓગસ્ટ - 7 ભૂકંપ
સપ્ટેમ્બર - 7 ભૂકંપ
ઓક્ટોબર - 9 ભૂકંપ
નવેમ્બર - 6 ભૂકંપ
ડિસેમ્બર - 4 ભૂકંપ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news