આવતીકાલે સિંગાપુરમાં મળશે કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ, આ ઐતિહાસિક બેઠક પર વિશ્વની નજર
કેટલાંય સમયથી જે બેઠકની રાહ જોવાઇ રહી છે. સમગ્ર દેશ અને દુનિયાની નજર જેના પર છે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન સિંગાપોર પહોંચી ચુકયા છે.
- બેઠકને લઇને તમામ તૈયારી પૂર્ણ
- સ્થાનિક સમયાનુસાર સવારે 9 વાગે બેઠક
- ભારતનાં સમયાનુસાર સવારે 6.30 વાગે બેઠક
Trending Photos
સિંગાપુરઃ કેટલાંય સમયથી જે બેઠકની રાહ જોવાઇ રહી છે. સમગ્ર દેશ અને દુનિયાની નજર જેના પર છે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન સિંગાપોર પહોંચી ચુકયા છે. તો બીજી બાજુ બંને મહાનુભાવોએ સિંગાપોરનાં પ્રધાનમંત્રી લી સાથે પણ મુલાકાત કરી. બેઠકને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં તાનાશાહ નેતા કિમ જોંગ ઉન બંને મહાનુભાવો સિંગાપોર પહોંચી ગયા છે. ઉત્તર કોરિયાનાં પરમાણુ હથિયારોને લઇને બંને નેતા મંગળવારે સવારે ઐતિહાસિક બેઠક યોજશે. જેની પર સમગ્ર દેશ અને દુનિયાની નજર રહેશે. એકબાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને એર-ફોર્સ વન એક સૈનિક હવાઈ મથક પર ઉતર્યું હતું. એર ફોર્સ વન કેનેડાથી સિંગાપોર પહોંચ્યુ હતું. તેના કેટલાંક કલાક પૂર્વે કિમને લઈને એક વિમાન સિંગાપોર ઉતર્યું હતું. જેમાં સિંગાપુરનાં વિદેશ મંત્રી સાથે હાથ મિલાવ્યા બાદ કિમ એક લીમોઝીનમાં શહેરના રોડ પર નીકળ્યા હતા. બંને નેતાઓ વારા ફરતી વારા સિંગાપોરનાં પ્રધાનમંત્રી લી હસેઇન લોન્ગને મળ્યાં હતા. બંનેનાં ચહેરા પર લી સાથે મુલાકાત સમયે મુસ્કાન હતી. જેને લીધે વાતાવરણ નયનરમ્ય બન્યું હતું.
આ ઐતિહાસિક બેઠકને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંગળવારે સિંગાપોરમાં સ્થાનિક સમયાનુસાર સવારે 9 કલાકે બેઠક યોજાશે. જેમાં ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે બેઠક મળશે. આ ઐતિહાસિક બેઠક પાછળ રૂ.100 કરોડનો અંદાજીત ખર્ચ કરવામાં આવ્યો છે. આ શિખર બેઠકને લઇને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એવુ પણ ચર્ચાઇ રહ્યું છે કે માત્ર સુરક્ષા મુદ્દે જ 50 કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. આ બેઠક સિંગાપોરનાં સેંટોસા ટાપૂનાં ફાઇવસ્ટાર કેપેલા હોટેલમાં યોજાશે. આ ઐતિહાસિક બેઠકનું વિશ્વનાં ખૂણે ખૂણામાંથી પહોંચેલા 3000થી વધુ પત્રકારો કવરેજ કરશે. સમગ્ર દેશ અને દુનિયાની નજર આ એતિહાસિક બેઠક પર રહેશે. જેને હવે માત્ર ગણતરીનાં કલાકો બાકી છે.
વિશેષજ્ઞોનાં મત અનુસાર ઉત્તર કોરિયા હાલ એવા સ્થાન પર છે જ્યાંથી તે અમેરિકા પર પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે. તેમજ એક અનુમાન મુજબ કિમ પરમાણુ હથિયાર નહીં છોડવા પર રાજી થશે કે કેમ તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે ગણતરીનાં કલાકો બાદ મેગામિટીંગનું કાઉન્ટડાઉન પૂર્ણ થયા બાદ હવે આ અંગેનો નિર્ણય બેઠક બાદ સ્પષ્ટ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે