આ શક્તિશાળી નેતા બની શકે છે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ? યુરોપ માટે કાળ!

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની ચર્ચા હજુ પૂરી પણ નથી થઈ ત્યાં રશિયામાં બ્રિટનના પૂર્વ એમ્બેસેડર રહેલા ટોની બ્રેંટને વ્લાદિમિર પુતિનને પશ્ચિમી દેશો માટે મોટું જોખમ ગણાવ્યાં છે.

આ શક્તિશાળી નેતા બની શકે છે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ? યુરોપ માટે કાળ!

લંડન: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની ચર્ચા હજુ પૂરી પણ નથી થઈ ત્યાં રશિયામાં બ્રિટનના પૂર્વ એમ્બેસેડર રહેલા ટોની બ્રેંટને વ્લાદિમિર પુતિનને પશ્ચિમી દેશો માટે મોટું જોખમ ગણાવ્યાં છે. તેમણે કહ્યું છે કે દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધ માટે રશિયા સૌથી મોટું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે જે રીતે પુતિન પોતાનો કબ્જો જમાવવા માંગે છે, તેઓ દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બની શકે છે. ટોની બ્રેંટન 2004થી 2008 સુધી રશિયામાં બ્રિટનના એમ્બેસેડર રહી ચૂક્યા છે. 

એક રેડિયો વાતચીતમાં ટોનીએ કહ્યું કે રશિયા સમગ્ર બ્રિટનની પાવર સિસ્ટમને ધ્વસ્ત કરી શકે છે. તેમણે દાવો કર્યો કે રશિયા એક એવા દેશ જેવો વ્યવહાર કરી રહ્યો છે જાણે તે દુનિયાથી અલગ છે. ક્રેમલિન બ્રિટનની સિસ્ટમને હેક કરવાની કોશિશ કરી રહ્યું છે. 

રશિયાએ પોતાના ઉપર લાગેલા આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયા તરફથી કહેવાયું છે કે આ પ્રકારના આરોપો રશિયા વિરુદ્ધ ચલાવવામાં આવેલ કેમ્પેઈનનો ભાગ છે. આ બાજુ બ્રેંટનનું કહેવું છે કે ગુપ્તચર રાખવા, અને પોતાના ગુપ્ત એજન્ડા  ચલાવવા એ હંમેશાથી થતું આવ્યું છે. અમે અમારી નારાજગીને વ્યક્ત કરી શકીએ છીએ, પરંતુ મને શંકા છે કે રશિયા અમારી આ નારાજગીની મજા લઈ રહ્યું છે. 

બ્રેંટને કહ્યું કે રશિયા દ્વારા સાઈબર એટેક ખુબ મોટો ખતરો છે. ખાસ કરીને તેમણે જે રીતે યુક્રેન પર પાવર એટેક કર્યો તે ચિંતામાં નાખનારું છે. તેમણે કહ્યું કે કોઈ અમારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યું છે. બધુ આઉટ ઓફ કંટ્રોલ થાય તે પહેલા અમારે તેના પર કાબુ મેળવવો પડશે. જો આ બધુ આમ જ થતું રહ્યું તો અમે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. બધુ અમારા હાથમાંથી નીકળી જશે. તે પરમાણુ હથિયારો સાથે રમવું સમાન છે. અમેરિકાએ પણ રશિયાના જોખમ અંગે ચેતવ્યા છે. પેન્ટાગનમાં અમેરિકી એડમિરલ જેમ્સ ફોગ્ગોએ રશિયાની નવી સબમરીનને જોખમ સમાન ગણાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news