40 કરોડમાં વેચાઇ આ ગાય, ભારત સાથે છે ખાસ નાતો, ખૂબીઓ જાણીને રહી જશો દંગ

most expensive cow: તમને જાણીને આશ્વર્ય થશે કે એક ગાય 40 કરોડમાં વેચાઇ છે. જી હાં 40 કરોડ રૂપિયા, એટલું જ નહી, ભારત સાથે તેનો ગાઢ નાતો છે. 

40 કરોડમાં વેચાઇ આ ગાય, ભારત સાથે છે ખાસ નાતો, ખૂબીઓ જાણીને રહી જશો દંગ

Nelore cow: જો કોઇ તમને પૂછે કે સૌથી મોંઘી ગાય કેટલાની હોય શકે. તો કદાચ તમે કહેશો કે 5 લાખ કે 10 લાખ. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે એક ગાય 40 કરોડ રૂપિયામાં વેચાઇ છે. જી હા6, 40 કરોડ રૂપિયા. એટલું જ નહી ભારત સાથે તેનો ગાઢ નાતો છે. ખૂબીઓ જાણીને તમે પણ દંગ રહી જશે. પશુઓની હરાજીની દુનિયામાં આ એક નવો રેકોર્ડ છે. 

આ ગાય આંધ્ર પ્રદેશના નેલ્લોરની છે. તેને વિયાટિના-19 એફઆઇવી મારા ઇમોવિસ નામથી ઓળખવામાં આવે છે. બ્રાજીલમાં એક હરાજી દરમિયાન આ ગાયની 4.8 મિલિયન અમેરિકી ડોલર બોલી લાગી, જે ભારતીય રૂપિયાના હિસાબે જોઇએ તો 40 કરોડ રૂપિયા બરાબર છે. આ સાથે જ દુનિયાની સૌથી મોંઘી કિંમત પર વેચાનારી ગાય બની ગઇ છે. પશુઓની હરાજીના ઇતિહાસમાં આ એક રેકોર્ડ બની ગયો છે. રેશમી સફેદ વાળ અને ખભા પર વિશિષ્ટ ખૂંઘ ધરાવતી આ ગાય મૂળ ભારતની છે.

— Interesting Things (@interesting_aIl) March 25, 2024

નેલ્લોર જિલ્લાનું નામ પર રાખવામાં આવ્યું નામ
તમને જાણીને નવાઈ લાગશે કે આ ગાયનું નામ નેલ્લોર જિલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે. બ્રાઝિલમાં આ જાતિની ખૂબ માંગ છે. આ જાતિને વૈજ્ઞાનિક રીતે બોસ ઈન્ડીકસ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર, તે ભારતના ઓંગોલ પશુઓના વંશજ છે, જે તેની મજબૂતી માટે જાણીતા છે. ખાસ વાત એ છે કે તે પોતાની જાતને પર્યાવરણ પ્રમાણે અપનાવે છે. આ પ્રજાતિને 1868માં જહાજ દ્વારા પ્રથમ વખત બ્રાઝિલ મોકલવામાં આવી હતી. 1960ના દાયકામાં ઘણી વધુ ગાયોને અહીં ખસેડવામાં આવી હતી.

ખૂબીઓ પણ જાણી લો
ઓંગોલ જાતિના પશુઓની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ખૂબ ગરમ તાપમાનમાં પણ રહી શકે છે. કારણ કે તેમનું મેટાબોલિઝમ ખૂબ સારું હોય છે. તેમાં કોઇપણ પ્રકારનું ઇંફેક્શન થતું નથી. બ્રાજીલમાં ખૂબ ગરમી હોય છે, તે દ્રષ્ટિએ આ ગાય ખૂબ પસંદ કરવામાં આવે છે. ત્યાંના લોકો તેને સરળતાથી પાળે છે. આ બ્રીડને જેનેટિકલી તરીકે અને વધુ વિકસિત કરવામાં આવી છે. તેનાથી એવા સંતાન ઉત્પન્ન થવાની આશા છે જે તેનાથી પણ સારું હશે. બ્રાજીલમાં લગભગ 80 ટકા ગાય નેલોર ગાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news