આ બોમ્બના નામથી ફફડી ઉઠે છે આખું વિશ્વ, જાણો દુનિયાના સૌથી ખતરનાક બોમ્બ ક્યાં છે

ના તીર, ના તલવાર, ના તોપ પણ સૌથી ખતરનાક છે બોમ્બ, એક બોમ્બ આખા શહેર કે ગામને ઉજાળી શકે છે.ત્યારે આજના આધુનિક યુગમાં દુનિયા માટે સૌથી મોટો ખતરો આ બોમ્બ જ છે.

આ બોમ્બના નામથી ફફડી ઉઠે છે આખું વિશ્વ, જાણો દુનિયાના સૌથી ખતરનાક બોમ્બ ક્યાં છે

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોમ્બ શબ્દ સાંભળીને જ તમારા મગજમાં જે વિચારો આવે છે તેના ડર લાગવા લાગે છે.બોમ્બ માણસ દ્વારા જ બનાવવામાં આવેલું હથિયાર છે.જેનો ઉપયોગ ઘાતક પરિણામ નોતરી શકે છે.જેનું ઉત્તમ ઉદાહરણ છે જાપાનના હિરોશિમા અને નાગસાકી. દુનિયામાં હાલ હથિયારોની રેસ લાગી છે.સૌ કોઈ પોતાના દેશની તાકાત વધારવા માગે છે.એટલે એકથી એક ચડિયાતા હથિયારો તમામ દેશ પોતાની પાસે રાખવા માટે છે.લશ્કર માટે આધુનિક સુવિધાની સાથા દારૂગોળો અને હથિયારનો જથ્તો એકઠો કરવામાં આવે છે.જેમાં સૌથી મહત્વનું છે બોમ્બ.ત્યારે જાણીએ દુનિયાના સૌથી વધુ ખાત બોમ્બ ક્યા છે.

મધર ઓફ ઓલ બોમ્બ (The Mother of All Bombs)
આ બોમ્બને તમામ બોમ્બની જનની કહેવામાં આવે છે.આ બોમ્બ ૩૦ ફૂટ લાંબો અને ૯ હજાર ૮૦૦ ગ્રામ વનજ ધરાવે છે.જેની જીપીએસ સીસ્ટમથી સંચાલિત કરવામાં આવે છે.આ બોમ્બ બનાવવા માટે ૧૮ હજાર LB, TANT  નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ બોમને એમઓબી એયરક્રાફ્ટથી બનાવવામાં આવે છે.આ બોમ્બ ફુટે ત્યારે એક મીલ સુધી ધમાકાનો અવાજ સંભળાય છે.

ફાધર ઓફ ઓલ બોમ્બ (Father of All Bombs)
વધેલી શક્તિના રશિયાના ઉડ્ડયન થર્મોબેરિક બોમને ફાધર ઓફ ઓલ બોમ્બ કહેવામાં આવે છે. એફઓએબીએ એક રીતે બળતણ-હવા બોમ્બ છે. આ બોમ્બની આ સૌથી મોટી તાકાત છે, જે આ બોમ્બને જોખમી બનાવે છે. તકનીકી રૂપે થર્મોબેરિક હથિયાર તરીકે ઓળખાય છે. તેનું વજન 7100 કિલોગ્રામ છે અને 40 ટન ટી.એન.ટી.નો ઉપયોગ થાય છે.

GBU-28 હાર્ડ ટાર્ગેટ પેનિટરેટર (GBU-28 hard target penetrator)
ઇઝરાઇલ અને દક્ષિણ કોરિયાની એરફોર્સ પાસે 2,300 કિલો વજનવાળા GBU-28 બંકર બસ્ટર બોમ્બ છે.વાસ્તવીક રીતે આ બોમ્બની શોધ અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે તેનું નિર્માણ યુએસ એરફોર્સ દ્વારા 1991 માં ઇરાકી બંકરો, સૈન્ય મથકો અને વ્યૂહાત્મક કેન્દ્રોને નાશ કરવાના ઇરાદે કરવામાં આવ્યું હતું. આ બોમ્બ ૬ મીટર જાડા કોંક્રિટમાં છિદ્રો કરવાની ક્ષમતા ધરાવે છે.અમેરિકા આવા ૨૦ બોમ્બ બનાવવા માટે૨૧૯૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

મેસિવ ઓર્ડિનન્સ પેનિટેટર (Massive Ordinance Penitrator)
અમેરિકાના શક્તિશાળી બિન-પરમાણુ બોમ્બમાંથી એક છે મેસિવ ઓર્ડિનન્સ પેનિટેટર. તેનું વજન 14 હજાર કિલોગ્રામ છે અને લંબાઈ આશરે 20.5 ફૂટ છે. જોકે મેસિવ ઓર્ડિનન્સ પેનિટેટર બોમ્બ બસ્ટર તરીકે પણ ઓળખાય છે. આ બોમ્બનો ઉપયોગ ભૂગર્ભ સ્થળો અને બંકરોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. આ બોમ્બ 200 ફુટ અંદર સુધી જઈ શકે છે અને 60 ફૂટ કોંક્રિટ તોડી શકે છે. એટલે જ આ બોમ્બનો ઉપયોગ વિનાશ જ નોતરી શકે છે.

સ્પાઇસ બોમ્બ  (Spice Bomb)
ઇઝરાઇલમાં બનેલો આ બોમ્બ ભારતનો સૌથી શક્તિશાળી નોન-પરમાણુ બોમ્બ છે. તેનું નામ સ્માર્ટ પ્રેસિઝન ઇમ્પેક્ટ અને કોસ્ટ ઇફેક્ટિવ છે. જે ભારતીય વાયુસેનાના સ્ટોપાઇલનો સૌથી મોટો પરંપરાગત બોમ્બ છે. જેને રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેનું વજન આશરે 900 કિલો છે. તેની અગ્નિશક્તિ અત્યંત વિનાશક છે.

ડેઝી કટર બોમ્બ (Daisy Cutter Bomb)
ડેઝી કટર બોમ્બનું નામ BLU 82 BC 130 વૈપન સિસ્ટમ છે.જેને કમાંન્ડોવોલ્ટ પ્રોગ્રામ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો હતો.જેને અમેરિકાએ અફઘાનિસ્તાન અને વિયતનામમાં ઉપયોગ કર્યો હતો.જેનું વજન ૬૮૦૦ કિલો છે.આ બોમ્બ જ્યાં ફેકાય છે તે જગ્યાને સાફ કરી સમતલ કરી નાખે છે.જેથી આ બોમ્બને ડેઝી કટર બોમ્બ કહેવામાં આવે છે.આ એક બોમ્બની કિંમત ૧ લાખ ૮૧ હજાર ૭૩૯ રૂપિયા છે.

ટ્રાઈડેંટ ૨ મિસાઈલ (Trident 2 Missile)
આ એક બેલેસ્ટિક મિસાઈલ છે.જેની કિંમત ૬૫.૭ મિલયન ડોલર એટલેકે ૪૩૫ કરોડ રૂપિયાથી વધુ થાય છે.જેનો અમેરિકાની નૌસેના ઉપયોગ કરે છે.જેની રેંજ લગભગ ૪૬૦૦ માઈલ અને તેની ઝડપ ૧૩ હજાર મીલ પ્રતિકલાક છે.

CBU 87 ક્લસ્ટર બોમ્બ
આ અમેરિકાની સેનાનો એવો બોમ્બ છે જેની કિંમત ૯ લાખ ૨ હજાર ૭૯૦ રૂપિયા છે.જેની લંબાઈ ૭ફૂટ ૭ ઈંચ છે.અને તેની પહોળાઈ ૧૬ ઈંચ છે.આ બોમ્બનું વજન ૪૩૦ કિલો છે.અમેરિકાએ આ બોમ્બો ઉપયોગ અફઘાનિસ્તામાં તાલિબાનિયો પર કર્યોહતો. સીબીયૂ ૮૭ કંમ્બાઈંડ ઈફેક્ટ મ્યૂનીશનનેક્લસ્ટર બોમ્બ પણ કહવાય છે.

લિટલ બોય (Little boy)
6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર આ જ બોમ્બ વડે હુમલો કર્યો હતો. આ પહેલો એટોમ બોમ્બ હતો  જે માનવ વસ્તી ફેંકવામાં આવ્યો હતો. આ બોમ્બ એટેકથી લગભગ એક લાખ લોકો મોતને ભેટ્યા હતા. અણુ બોમ્બની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નાગાસાકી અને હિરોશિમાના બોમ્બ ધડાકા પછી અમેરિકા જ હચમચી ઉઠ્યું હતું

ફેટ મેન અણુ બોમ્બ (Fat Man Atomic Bomb)
નાગાસાકી પર ફેકાયેલા 'ધ લીટલ બોય' પછી આ બીજો પરમાણુ બોમ્બ હતો. આ સૌથી વિનાશક એટોમ બોમ્બ છે. આ બોમ્બ હુમલામાં લગભગ 50 હજાર લોકો મોતને ભેટ્યા હતા.  જ્યારે 30 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

માર્ક 21  (Mark 21)
વિશ્વનો સૌથી શક્તિશાળી ગુરુત્વાકર્ષણ બોમ્બ છે, જેનું વર્ષ 1954માં પરીક્ષણ કરાયું હતું. માર્ક -21 બોમ્બ 15 ફૂટ લાંબો અને 15 હજાર પાઉન્ડ કરતા વધુ ભારે હતો. એક સમયે આ સૌથી ખતરનાક બોમ્બ હતો.

માર્ક -36  (Mark 36)
આ બોમ્બ અમેરિકા દ્વારા બનાવવામાં આવેલા તમામ અણુ બોમ્બમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. તે થર્મો અણુ ઉપકરણ અને સાંકળ પ્રતિક્રિયા ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું હતું. તેની સૌથી મોટી તાકાત એ છે કે તેને ખૂબ જ સરળતાથી ચલાવવામાં આવી શકે છે.

બી -31 વિભક્ત બોમ્બ (B-31 nuclear bomb)
સ્ટ્રેટેજિક એર કમાન્ડ દ્વારા બનાવવામાં આવેલા આ બોમ્બનું પરીક્ષણ વર્ષ 196૦માં કરવામાં આવ્યું હતું. તે શીત યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. જેમાં લિથિયમ -6 અને ફિસિન જેકેટ ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેસલ બ્રાવો હાઈડ્રોજન બોમ્બ (Castle Bravo Hydrogen Bomb)
આ બોમ્બની સૌથી અગત્યની બાબત એ છે કે તે પ્રથમ હાઇડ્રોજન આધારિત થર્મો પરમાણુ બોમ્બ હતો. આ બોમ્બનું યુએસ દ્વારા કરાયેલા સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ હતો.

હરિકેન અણુ બોમ્બ (Hurricane atomic bomb)
આ પહેલો બોમ્બ જેનું નામ ઓપરેશન હરિકેન હતું. જેનો ઉપયોગ યુકે દ્વારા કરવામાં આવ્યો હતો. 1952ના વર્ષમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેન્ટાબેલો આઇલેન્ડની જમીન પર બ્લાસ્ટ કરી પરિક્ષણ કરાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news