VIDEO જોઈને ડરી ના જતા! આંખો બહાર કાઢી નાંખે છે આ મહિલા, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

Woman pulls Eyes Out: એક એવી મહિલા જે પોતાના અજીબ કારનામાના કારણે ચર્ચામાં આવી છે. તે છે કિમ ગુડમેન જે પોતાની આંખો બહાર કાઢી નાંખે છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોઈ શકો છો...

VIDEO જોઈને ડરી ના જતા! આંખો બહાર કાઢી નાંખે છે આ મહિલા, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

Woman pulls Eyes Out:  તમે ગિનીસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડનું નામ તો સાંભળ્યું હશે? તેમાં તે જ લોકોનું નામ સામેલ થાય છે જે પોતાના અલગ કામ માટે જાણીતા હોય છે. અનોખા કારનામા જ છે જેના કારણે જ લોકોના નામે આ વર્લ્ડ રેકોર્ડ બને છે. તમે એવા ઘણા કારનામા વિશે સાંભળ્યું હશે જે રેર હોય છે, પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ મહિલાએ પોતાની બન્ને આંખો બહાર કાઢી હોય. શું તમને પણ સાંભળીને અજીબ લાગ્યું ને... પરંતુ જ્યારે આ વીડિયોમાં પોતાની આંખોથી જોયું ત્યારે ખબર પડી કે આ હકીકત છે. આપણને ખબર છે કે તમે પણ આ જ વિચાર કરી રહ્યા હશો કે અરે છોડો... આવું તો થતું હશે કંઈ? તો ચાલો અમે તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

કોણ છે આ મહિલા જે આંખો કાઢી નાંખે છે બહાર
અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે કિમ ગુડમેન! સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો છે, જેમાં તેને દેખાડ્યું છે કે કેવી રીતે તે પોતાની આંખોને બહાર કાઢી નાંખે છે. તેણે સેટ પર હજારોની ભીડમાં એવું કર્યું કે શરૂઆતમાં તો તમામ લોકો ચીસ પાડી ગયા.

કેવી રીતે કરે છે આ અજીબોગરીબ કારનામું
કિમ ગુડમેનને જ્યારે પુછવામાં આવ્યું કે તે આવું કેવી રીતે કરી લે છે તો તેમણે જણાવ્યું કે આ તો મને પણ ખબર નથી. જી હા... મારો મારી આંખો પર પુરેપુરો કંટ્રોલ છે, જેના કારણે તે આ કરી શકે છે. કિમના આ અજીબોગરીબ કારનામાએ તમામ ઉપસ્થિત લોકોને હેરાન કરી મૂક્યા કારણ કે એવું પહેલા ક્યારેય જોયું નથી કે કોઈ પોતાની આંખોને બહાર કાઢી શકે. આ તો તમે બધા જાણો છો કે આંખો આપણા શરીરનું સૌથી સેન્સિટિવ પાર્ટ હોય છે.

કેટલી આંખો કાઢે છે બહાર
હવે એ પણ જાણી લઈએ કે કિમ ગુડમેન પોતાની આંખો કેટલી બહાર  કાઢી શકે છે. જ્યારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સેટ પર તેમને પુછવામાં આવ્યું કે તમે કેટલા ઈંચ આંખો બહાર કાઢો છો તો તેમણે જણાવ્યું કે તેના વિશે મને ખબર નથી. પછી સેટ પર જ મેજરમેન્ટ કરવામાં આવ્યું તો પરિણામ જોઈ તમામ લોકો હેરાન પરેશાન થઈ ગયા. જોકે કિમ ગુડમેન પોતાની આંખોને 11 મિલીમીટર (0.43 ઈંચ) સુધી બહાર કાઢી શકે છે. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે દરેક વ્યક્તિ માટે આ કારનામું કરવું સંભવ હોતું નથી...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news