Photos: દિલ્હીમાં પાટીલના નિવાસ્થાને 'સ્નેહ મિલન' ડિનરમાં ગુજરાતના MP, MLA,પીએમ મોદી અને શાહે આપી હાજરી

આજે નવી દિલ્હીમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના નિવાસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા હાજર રહ્યા હતા. 

1/4
image

સીઆર પાટીલના ઘરે આયોજીત સ્નેહ મિલન ડિનરમાં હાજરી આપવા માટે ગુજરાત ભાજપના ધારાસભ્યો અને સાંસદો દિલ્હી પહોંચ્યા હતા.   

2/4
image

આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સીઆર પાટીલ અને તેમના પરિવારે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.   

3/4
image

કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના દિલ્હી નિવાસ્થાને આયોજીત સ્નેહ મિલન ડિનર કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ જોવા મળી રહ્યાં છે.  

4/4
image

સ્નેહ મિલન ડિનર કાર્યક્રમમાં ગુજરાતના તમામ સાંસદો, ધારાસભ્યો, પીએ નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિતના લોકો આ તસવીરમાં જોવા મળી રહ્યાં છે.