તાલિબાની કબજા બાદ અફઘાનિસ્તાનમાં મજબૂત થઈ રહ્યાં છે આતંકવાદી સંગઠન, ચીને પણ કર્યો સ્વીકાર
ચીની સહાયક વિદેશ મંત્રી વૂ જિયાનધાઓએ કહ્યુ કે, આ વર્ષ આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પરિદ્રશ્ય અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ગતિવિધિઓના પુનરુત્થાનમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.
Trending Photos
કાબુલઃ અફઘાનિસ્તાન પર જ્યારથી તાલિબાનનો કબજો થયો છે, ત્યારથી ત્યાં આઈએસઆઈએસ અને અલકાયદા જેવા સંગઠન મજબૂત થઈ રહ્યાં છે. આ વાતનો હવે ચીને પણ સ્વીકાર કરી લીધો છે. એક વરિષ્ઠ ચીની મંત્રીએ અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આઈએસઆઈએસ અને અલ-કાયદા સહિત આતંકી સમૂહ આ ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિનો વિસ્તાર કરવા માટે ઉપયોગ કરી રહ્યાં છે.
ચીની સહાયક વિદેશ મંત્રી વૂ જિયાનધાઓએ કહ્યુ કે, આ વર્ષ આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પરિદ્રશ્ય અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ગતિવિધિઓના પુનરુત્થાનમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.
તેમણે કહ્યું, 'અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ જટીલ થઈ રહી છે. આઈએસઆઈએસ, અલ-કાયદા અને ઈટીઆઈએમ સહિત આતંકવાદી સમૂહ પોતાની ઉપસ્થિતિનો વિસ્તાર કરવા માટે આ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યાં છે. તે ત્યાં અરાજકતા ફેલાવી રહ્યાં છે.'
પોતાના સંબોધન દરમિયાન વૂ જિયાનધાઓએ કહ્યુ- ચીનનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદનો મુકાબલો કરવા માટે સાથે આવવું જોઈએ. તેમણે કહ્યું- સૌથી પહેલા આપણે જાગરૂકતા વધારવાની જરૂર છે. બીજુ આપણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિભાવવામાં આવેલી કેન્દ્રીય ભૂમિકાને રેખાંકિત કરવાની જરૂર છે. ત્રીજો, આપણે વિકાસશીલ દેશોમાં ક્ષમતા નિર્માણ મજબૂત કરવાની જરૂર છે. આ સિવાય આપણે નવા આતંકવાદી ખતરા અને વિચારધારાનો સામનો કરવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે આ સંગોષ્ઠીનું આયોજન ચાઇના ઇન્સ્ટિટ્યુટ ઓફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ચાઇના ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા કરવામાં આવ્યું હતું.
આતંકવાદ વિરોધી એજન્સીઓના જવાબદાર અધિકારીની સાથે-સાથે રશિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, અફઘાનિસ્તાન, મલેશિયા, કઝાકિસ્તાન, સંયુક્ત અરબ અમીરાત, દક્ષિણ આફ્રિકા સહિત 17 દેશો આતંકવાદ વિરોધી ક્ષેત્રના નિષ્ણાંત અને વિદ્વાનોએ સંમેલનમાં ભાગ લીધો હતો. મિસ્ત્ર અને બ્રાઝિલે પણ વીડિયો લિંક માધ્યમથી સંમેલનમાં ભાગ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે