Taslima Nasrin નો આરોપ, કહ્યું- 'બાંગ્લાદેશની મસ્જિદોમાં બાળકો સાથે દરરોજ રેપ કરે છે ઈમામ'

ધર્મ પર કટાક્ષ, વિવાદિત ટિપ્પણી અને પોતાના લેખન માટે પ્રસિદ્ધ લેખિકા તસલીમા નસરીન(Taslima Nasrin) પોતાના એક નિવેદનને લઈને ફરીથી ચર્ચામાં છે.

Taslima Nasrin નો આરોપ, કહ્યું- 'બાંગ્લાદેશની મસ્જિદોમાં બાળકો સાથે દરરોજ રેપ કરે છે ઈમામ'

નવી દિલ્હી: ધર્મ પર કટાક્ષ, વિવાદિત ટિપ્પણી અને પોતાના લેખન માટે પ્રસિદ્ધ લેખિકા તસલીમા નસરીન(Taslima Nasrin) પોતાના એક નિવેદનને લઈને ફરીથી ચર્ચામાં છે. તસલીમા નસરીને આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશની મસ્જિદ-મદરેસામાં દરરોજ બળાત્કાર થાય છે. તસલીમાએ ટ્વિટર પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા બાંગ્લાદેશની મસ્જિદો અને મદરેસાઓ પર કટાક્ષ કર્યો છે. 

તસલીમા નસરીને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, 'બાંગ્લાદેશની મસ્જિદો અને મદરેસાઓમાં ઈમામ અને મદરેસાના ટીચરો દરરોજ બાળકો સાથે બળાત્કાર કરે છે. તેઓ અલ્લાહના નામ પર રેપ કરે છે. તેઓ જાણે છે કે અલ્લાહ દયાવાન છે, અલ્લાહ તેમના પાપ માફ કરી દેશે કારણ કે તેઓ દિવસમાં 5 વાર નમાજ પઢે છે.'

— taslima nasreen (@taslimanasreen) December 7, 2020

નોંધનીય છે કે બાંગ્લાદેશ મૂળના લેખિકા તસલીમા નસરીન ધર્મના રીતિ રિવાજોના નામે થનારા પાખંડો વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. આ જ કારણે તેઓ હંમેશા કટ્ટરપંથીઓના નિશાને રહે છે. તસલીમા નસરીન વિરુદ્ધ અનેક પ્રકારના ફતવા પણ બહાર પડી ચૂક્યા છે અને તેમને હત્યાની ધમકી પણ મળેલી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news