વિચિત્ર મેડિકલ કંડીશન: માણસના મગજમાંથી ટેપવર્મના ઇંડા, માઇગ્રેનની થતી હતી ફરિયાદ

Cysticercosis: અમેરિકામાં એક વ્યક્તિ જેને સતત માઇગ્રેનની ફરિયાદ કરી હતી, તેણે બ્રેનમાં ટેપવાર્મ નામનો લાર્વા મળી આવ્યો, આશંકા છે કે તેણે અધકચરી રાંધેલી બેકન ખાધી હતી જે આ પરેશાનીનું કારણ બની. 
 

વિચિત્ર મેડિકલ કંડીશન: માણસના મગજમાંથી ટેપવર્મના ઇંડા, માઇગ્રેનની થતી હતી ફરિયાદ

Tapeworm Egg Found In Brain: અમેરિકામાં એક વિચિત્ર મેડિકલ કંડીશન જોવા મળી. 52 વર્ષના વ્યક્તિને વારંવાર માઇગ્રેનની ફરિયાદ થઇ, જેના માટે તે અવારનવાર ડોક્ટર પાસે જવા લાગ્યો, પરંતુ હાલત બગડી અને દવાઓએ કામ કરવાનું બંધ કરી દીધું. પછી જે રિપોર્ટમાં આવ્યું તે ખૂબ ચોંકાવનારું હતું. 

બ્રેનમાં મળ્યા ટેપવર્કના ઇંડા
બીબીસીના રિપોર્ટ અનુસાર સ્કેનમાં જાણવા મળ્યું છે કે પીડિત વ્યક્તિના બ્રેનમાં ટેપવર્મના લાર્વલ સિસ્ટ છે જે સિસ્ટિસિરોસિસ (Cysticercosis) ની બિમારીનું કારણ બન્યું. ડોક્ટરનું માનવું છે કે આ મામલો યોગ્ય રીતે હાથ ન ધોવા સાથે જોડાયેલો છે અને એવી આશંકા છે કે દર્દીએ કાચુપાકુ બેકન ખાધુ હતું, જે સંક્રમણનું કારણ છે. 

શું છે સિસ્ટીસરકોસીસ?
સિસ્ટીસરકોસીસ એક પ્રકારનો ચેપ છે, જે પરોપજીવી ટેનીયા સોલિયમ (Taenia Solium) ના લાર્વાના કારણે થાય છે, જેને પોર્ક ટેપવોર્મ (Pork Tapeworm)  તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બ્રેનમાં સિસ્ટ (Cysticerci)વિકસિત થઇ શકેછે. ટેપવોર્મવાળા વ્યક્તિ પોતાને ટેપવોર્મ ઇંડાથી સંક્રમિત કરી શકે છે. એક પ્રક્રિયા જેને ઑટોઇન્ફેક્શન (Autoinfection) તરીકે ઓળખવામાં આવે છે. જે શરીરમાંથી કચરા તરીકે બહાર આવી શકે છે અને તે જ ઘરના અન્ય લોકોને ચેપ લગાવી શકે છે.

જે વ્યક્તિ રાંધ્યા વગરનું ડુક્કરનું માંસ ખાય છે તેને ડાયરેક્ટ સીસ્ટિસેર્કોસિસ થઇ શકે નહી. અમેરિકન જર્નલ ઑફ કેસ રિપોર્ટ્સમાં કેસની નોંધ લેતા ડૉક્ટરોએ લખ્યું હતું કે તે "માત્ર અંદાજો લગાવી શકાય છે. વ્યક્તિને સિસ્ટિસિરોસિસને 'યોગ્ય રીતે હાથ ન ધોવા' બાદ ઑટોઇન્ફેક્શન દ્વારા ટ્રાંસમિટ કરવામાં આવ્યો હતો. હાલના કેસની વાત કરીએ તો 52 વર્ષના દર્દીના ડૉક્ટરને લાગે છે કે આના માટે ખાવાની ટેવ જવાબદાર છે. દર્દીએ એંટી-પેરાસાઇટિક અને એંટી ઇંફ્લેમેંટ્રી મેડિકેશન પર રિસ્પોન્ડ કર્યું અને સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઇ ગયો. 

યોગ્ય રીતે હાથ ધોવા
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ ટેપવર્મ લાર્વા સ્નાયુઓ અને મગજ જેવા ટિશ્યૂઝમાં જોવા મળે છે અને અલ્સર બનાવે છે. જ્યારે મગજમાં અલ્સર જોવા મળે છે, ત્યારે આ કંડીશનને ન્યુરોસિસ્ટીસર્કોસિસ (Neurocysticercosis) કહેવામાં આવે છે.

સીડીએસ કહે છે કે જ્યારે લોકોને સિસ્ટિસિરોસિસ ત્યારે થાય છે જ્યારે ટેનીયા સોલિયમ ઇંડાને ગળી જાય છે જે ટેપવોર્મ સાથે માણસના મળમાં જાય છે ત્યારે આ ઇંડા ખોરાક, પાણી અને મળથી દૂષિત વસ્તુઓ દ્વારા ફેલાય છે. જ્યારે વ્યક્તિ દૂષિત ખોરાક ખાય છે અથવા દૂષિત આંગળીઓ વડે ખાય છે ત્યારે આવા ઇંડા ગળી જાય છે. આ ટેપવોર્મથી સંક્રમિત વ્યક્તિ પોતાને અને તેના પરિવારના અન્ય સભ્યોને ચેપ લગાવી શકે છે.

આ દેશોમાં વધુ કેસ
એક્સપર્ટનું માનવું છે કે અમેરિકા અને બ્રિટનમાં અંડરકુક્ડ પોર્કના કારણે સિસ્ટિકોસિસનો ખતરો થોડો ઓછો રહે છે કારણ કે અહીં વધુ ટેસ્ટિંગ કરવામાં આવે છે. પરંતુ એશિયા આફ્રીકા અને લેટિન અમેરિકામાં આ બિમારી વધુ છે કારણ કે અહીં ગ્રામીણ વિસ્તારમાં ડુક્કરની સાફ સફાઇનું વધુ ધ્યાન રાખવામાં આવતું નથી અને આ જાનવરને ખુલ્લી અને ગંદી જગ્યાઓ પર ફરવા દેવામાં આવે છે. ગરીબ અને વિકાસશીલ દેશોમાં ફૂડ અને સેફ્ટી પ્રેક્ટિસ પણ સામાન્ય રીતે આટલી સારી હોતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news