Afghanistan: Taliban ના આતંકીઓની કાબુલમાં એન્ટ્રી, તાલિબાન અને સેના વચ્ચે ઘર્ષણ શરૂ
અફઘાનિસ્તાનમાં આ સમયે ચારે તરફ મોતનો ખેલ ચાલી રહ્યો છે. તાલિબાનના આતંકીઓએ અફઘાનિસ્તાનની રાજધાનીને ચારેતરફથી ઘેરી લીધી છે. તાલિબાની આતંકીઓ કાબુલમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેને રોકવા માટે અફઘાન આર્મી સતત પ્રયાસ કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની કહેર વચ્ચે હવે રાજધાની કાબુલ પણ સરકારના હાથમાંથી સરકી રહી છે. અફઘાનિસ્તાનના ત્રણ અધિકારીઓએ જણાવ્યું કે તાલિબાની રાજધાની કાબુલના બહારના વિસ્તારમાં પહોંચી ગયા છે. આજે સવારે તાલિબાને જલાલાબાદ પર કબજો કર્યો, ત્યારબાદ કાબુલ પર ખતરો વધી ગયો છે. સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે અફઘાન આંતરિક મંત્રાલયે રવિવારે કહ્યું કે, તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચારે તરફ ઘુસવાનું શરૂ કરી દીધુ છે.
ઓળખ જાહેર ન કરવાની શરત પર અફઘાનિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું કે હાલ આ વિસ્તારમાં કોઈ પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો નથી. તાલિબાની લડાકા કલાકન, કારાબાધ અને પધમન જિલ્લામાં ઘુસી ગયા છે. પરંતુ હજુ સુધી તાલિબાને કાબુલ પર કબજાની જાહેરાત કરી નથી. પરંતુ રવિવારે હેલીકોપ્ટરો દેખાયા બાદ સરકારે ઓફિસોએ અચાનક પોતાના કર્મચારીઓને જલદી ઘરે મોકલવાના શરૂ કરી દીધા હતા.
આ પહેલા તાલિબાને રવિવારે કાબુલની બહારના છેલ્લા શહેર જલાલાબાદ પર કબજો કરી લીધો હતો. જલાલાબાદ ગયા બાદ કાબુલ સિવાય દેશની માત્ર છ પ્રાંતીય રાજધાનીઓ છે જેના પર તાલિબાનનો કબજો નથી. અફઘાનિસ્તાવમાં કુલ 34 પ્રાંત છે.
આ પહેલા મઝાર-એ-શરીફનો બચાવ કરી રહેલા પ્રમુખ અફઘાન લડાકૂ માર્શલ અબ્દુલ રાશિદ દોસ્તમ અને અત્તા મુહમ્મદ નૂર તાલિબાનના હાથે હાર્યા બાદ પોતાના લડાકા અને પુત્રોની સાથે ઉઝબેકિસ્તાન ભાગી ગયા.
શનિવારે તાલિબાને જાહેરાત કરી હતી કે તેણે ઉત્તરી ક્ષેત્રના મઝાર-એ-શરીફ અને મૈનાના શહેરો, દેશના પૂર્વી ભાગમાં ગાર્ડેજ અને મેહતરલામ શહેરો પર કબજો કરી લીધો છે. મેમાં લડાઈ મજબૂત બન્યા બાદ તાલિબાને અત્યાર સુધી 20થી વધુ પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી લીધો છે.
અમેરિકાએ નિવેદન જાહેર કરી કહ્યું કે, કાબુલમાં તેના દૂતાવાસ પર રાખેલા દસ્તાવેજ નષ્ટ કરી દેવામાં આવે. તે આતંકીઓના હાથ લાગવા જોઈએ નહીં.
આશંકા છે કે કાબુલ પર કબજા બાદ તાલિબાન અફઘાનિસ્તાનના મહત્વના નેતાઓને બંદી બનાવી શકે છે. જાણકારોનું માનવું છે કે આતંકી તેની હત્યા પણ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે