Afghanistan: લગ્નમાં ગીત સાંભળીને ભડકી ગયા તાલિબાની, 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

તાલિબાની લડાકૂએ 13 લોકોને ફક્ત એટલા માટે મોતને ઘાટ ઉતારી દીધા, કારણ કે તેમણે લગ્નમાં સંગીત વગાડવાની હિંમત કરી. 

Afghanistan: લગ્નમાં ગીત સાંભળીને ભડકી ગયા તાલિબાની, 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

કાબુલ: તાલિબાન (Taliban) રાજમાં અફઘાનના લોકોની જીંદગી નરકથી બદતર થઇ ગઇ છે. ના તો તે પોતાની મરજીથી કહી જઇ શકે છે. ના તો પસંદના કપડાં પહેરી શકે છે અને ના તો મ્યૂઝિક (Music) સાંભળી શકે છે. તાલિબાની લડાકૂએ 13 લોકોને ફક્ત એટલા માટે મોતને ઘાટ ઉતારી દીધા, કારણ કે તેમણે લગ્નમાં સંગીત વગાડવાની હિંમત કરી. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ (Amrullah Saleh)એ કહ્યું કે લગ્નમાં ગીત વગાડવાને લઇને તાલિબાને 13 લોકોને મારી નાખ્યા. 

Saleh એ ટ્વીટ કરી સાધ્યું નિશાન
અફઘાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ (Amrullah Saleh) એ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. તેમણે લખ્યું છે. ‘Nangarhar માં તાલિબાનના લડાકુએ 13 લોકોને ફક્ત એટલા માટે મારી દીધા કારણ કે લગ્નમાં ગીત વગાડવામાં આવી રહ્યા હતા. હવે આપણે ફક્ત ગુસ્સો વ્યક્ત કરી શાંત ન થઇ શકીએ. ગત 25 વર્ષોમાં પાકિસ્તાને જ આ આતંકવાદીઓને ટ્રેન કર્યા છે. તેના દ્વારા અફઘાનિસ્તાનની સંસ્કૃતિને તબાહ કરી દેવામાં આવી છે.' તમને સાલેહ સતત તાલિબાન સરકાર એક્સપોઝ કરવાનું કામ રહ્યા છે.  

દરરોજ આવી રહ્યા છે ક્રૂરતાના સમાચાર
જ્યારથી તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવી છે. ત્યારથે ક્રૂરતાના સમાચાર આવી રહ્યા છે. લોકોને કારણ વિના મારવામાં આવી રહ્યા છે અને તેમના અધિકારીઓ છિનવવામાં આવી રહ્યા છે. મહિલાઓ પર ઘણી બંદીશો લગાવવામાં આવી રહી છે. ઘણા ક્ષેત્રોમાં અત્યારે છોકરીઓ માટે સ્કૂલ ખોલવામાં આવી નથી. તો બીજી તરફ અફઘાનિસ્તાનના મહિલા મંત્રાલયને પણ પણ ખતમ કરી દેવામાં આવી છે. 

— Amrullah Saleh (@AmrullahSaleh2) October 30, 2021

Music ને માને છે ઇસ્લામ વિરોધી
તાલિબાનને સંગીતથી નફરત છે. ઓગસ્ટમાં તેણે મહિલાઓને ટીવી પર ગીત સાંભળવાની મનાઇ કરી હતી. ત્યારબાદ તેના દ્વારા સિંગર Fawad Andarabi ને ગોળી મારવાના સમાચાર સામે આવ્યા હતા. એટલું જ નહી, ગત મહિને તાલિબાની લડાકુએ કાબુલના રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં ઘણા મ્યૂઝિક ઇંસ્ટ્રૂમેન્ટ તોડી દીધા હતા. તાલિબાન મ્યૂઝિકને ઇસ્લામ વિરોધી ગણવામાં આવે છે. એટલા માટે જ્યારે લગ્નમાં સંગીત વગાડવામાં આવતું હોવાના સમાચાર મળતાં જ 13 નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news