તાલિબાનનો મહિલાઓ પર અત્યાચાર, હવે આ અધિકાર પણ છીનવી લીધો
Taliban new decree: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. ખાસ કરીને મહિલાઓની દરેક સ્વતંત્રતા છીનવી લેવામાં આવી રહી છે.
Trending Photos
કાબુલઃ અફઘાનિસ્તાનમાં કબજો જમાવ્યા બાદથી તાલિબાને મહિલાઓ માટે માટે ઘણા તુગલકી ફરમાન જાહેર કર્યાં છે. હવે તાલિબાને મહિલાઓ પાસેથી ફ્લાઇટથી યાત્રા કરવાની આઝાદી પણ છીનવી લીધી છે. અફઘાનિસ્તાનમાં એરલાયન્સને આદેશ આપવામાં આવ્યો છે કે મહિલાઓને ફ્લાઇટમાં ત્યારે ચઢવા દેવામાં આવે, જ્યારે તેની સાથે કોઈ પુરૂષ સંબંધી હોય.
પુરૂષ વગર હવાઈ યાત્રા નહીં કરી શકે મહિલાઓ
એએફસીના રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનની એરિયાના અફઘાન એરલાઇન અને કામ એયરના બે અધિકારીઓને રવિવારે મોડી રાત્રે કહ્યું કે, તાલિબાને તેને આદેશ આપ્યો છે કે મહિલાઓને પુરૂષ સંબંધી વગર યાત્રા ન કરવા દેવામાં આવે. અધિકારીઓએ ઓળખ જાહેર ન કરવાની શરત પર જણાવ્યું કે તાલિબાનના પ્રતિનિધિઓ, બે એરલાઇનો અને એરપોર્ટના અધિકારીઓ વચ્ચે ગુરૂવારે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલાઓની આઝાદી પર અત્યાચાર
તાલિબાનની સત્તામાં વાપસી બાદ મહિલાઓની સ્વતંત્રતા પર ઘણા પ્રતિબંધો ફરી લાગૂ કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના સંબંધિત મંત્રાલયને જ્યારે આ નિર્ણય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મહિલાઓને એકલી ઉડાન ભરવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. તો તાલિબાનની સાથે બેઠક બાદ એરિયાના અફઘાને એક લેટર જાહેર કર્યો છે. એએફપીએ તાલિબાનના આ લેટરના હવાલાથી તાલિબાનના આદેશની પુષ્ટિ કરી છે.
આ રીતે થઈ તાલિબાનના આદેશની પુષ્ટિ
આ પત્રમાં કહેવામાં આવ્યું છે, કોઈપણ મહિલાને પુરૂષ સંબંધ વગર કોઈપણ ઘરેલૂ કે આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં યાત્રા કરવાની મંજૂરી નથી. એએફપી પ્રમાણે બે ટ્રાવેલ એજન્ટોએ પણ પુષ્ટિ કરી છે કે તેણે એકલી મહિલા યાત્રીકોને ટિકિટ આપવાનું બંધ કરી દીધુ છે.
આ પણ વાંચોઃ આ યુવતીએ 21 દિવસમાં 15 છોકરાઓને ડેટ કર્યા, 'Sex, Swipes and Other Stories' માં જણાવ્યો એવો અનુભવ કે...
મહિલાઓને ફ્લાઇટમાં પ્રવેશ નહીં
ફ્લાઇટમાં હાજર એક યાત્રીએ એએફપીને જણાવ્યું- કેટલીક મહિલાઓ જે પુરૂષ વગર યાત્રા કરી રહી હતી, તેને શુક્રવારે કાબુલથી ઇસ્લામાબાદ માટે કામ એરની ફ્લાઇટમાં ચઢવાની મંજૂરી આપવામાં આવી નહીં. એક અન્ય સૂત્રએ જણાવ્યું કે અમેરિકી પાસપોર્ટવાળી એક અફઘાન મહિલાને પણ શુક્રવારે દુબઈ જતી ફ્લાઇટમાં જવાની મંજૂરી આપવામાં આવી નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે