Corona સામે લડતમાં ભારતને મળ્યો સાથ, હવે આ દેશોએ પહોંચાડી મદદ
ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ઉભા થયેલા સ્વાસ્થ્ય સંકટને જોતા અનેક દેશ મદદ માટે આગળ આવ્યા છે. હવે પોલેન્ડ, નેધરલેન્ડ, બેંગલોક અને સ્વિટ્ઝરલેન્ડે પણ ભારતની મદદ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona crisis) વિરુદ્ધ જંગમાં અન્ય દેશોનું ભારતને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. સંકટના આ સમયમાં ભારતની સાથે અન્ય દેશો મજબૂતીથી ઉભા છે. કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારત માટે ઓક્સિજન સંકટ સહિત મેડિકલ સાધનોની કમી પૂરી કરવા માટે અનેક દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રાઝિલ અને યૂકે બાદ હવે સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ, નેધરલેન્ડ અને બેંગકોકે ભારતની મદદ કરી છે. આ દેશોથી ભારત માટે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી છે. આવો જાણીએ ક્યા દેશે ભારત માટે કઈ-કઈ મેડિકલ સામગ્રી મોકલી છે.
સ્વિટ્ઝરલેન્ડથી મોકલવામાં આવ્યા ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 50 શ્વસન યંત્ર
સ્વિટ્ઝરલેન્ડની વાત કરીએ તો ત્યાંથી ભારત માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 50 શ્વસન યંત્ર (respirators) આવ્યા છે, જેની કિંમત CHF 3 મિલિયન (આશરે 3.3 મિલિયન અમેરિકી ડોલર) છે. સ્વિટ્ઝરલેન્ડના દૂતાવાસે આ જાણકારી આપી છે.
પોલેન્ડ તરફથી મોકલવામાં આવ્યો 100 ઓક્સિજન કન્સન્ટ્રેટરનો જથ્થો
આ સિવાય પોલેન્ડ પણ ભારતની મદદ માટે આગલ આવ્યું છે. આ દેશથી મહામારી સામે લડવા માટે 100 ઓક્સિજન કન્સન્ટ્રેટરનો જથ્થો મોકલવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ આ સમર્થન માટે યૂરોપિયન દેશનો આભાર માન્યો છે.
નેધરલેન્ડે ભારતને આપ્યો સાથ, મોકલ્યા મેડિકલ ઉપકરણ
તો નેધરલેન્ડ પણ આ સંકટના સમયમાં ભારતની સાથે છે. ત્યાંથી એક ફ્લાઇટ દ્વારા 449 વેન્ટિલેટર, 100 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને અન્ય મેડિકલ ઉપકરણ આજે ભારત આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે નેધરલેન્ડ તરફથી આગામી થોડા દિવસમાં બાકી મેડિકલ સાધનો ભારત મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે આ મદદ માટે નેધરલેન્ડનો આભાર વ્યક્ત કરીએ છીએ.
બેંગકોક તરફથી 4 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરોની મદદ
આ દેશો સિવાય બેંગકોકે પણ ભારતને મેડિકલ સાધનો મોકલ્યા છે. ભારતીય વાયુસેનાના સી-18 વિમાને બેંગકોકના પનાગર એરબેઝથી (પશ્ચિમ બંગાળ) સુધી 4 ક્રાયોજેનિક ઓક્સીજન કન્ટેનરોને એરલિફ્ટ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે