ઇમરાન ખાનની તાજપોશીમાં ભારતમાંથી ગાવસ્કર, સિદ્ધૂ, કપિલ અને આમિર ખાનને આમંત્રણ

પાકિસ્તાનના ભાવી વડાપ્રધાન બનવા જઈ રહેલી ઇમરાન ખાનની તાજપોશીમાં ભારતમાંથી કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદીનું નામ નથી. 
 

 ઇમરાન ખાનની તાજપોશીમાં ભારતમાંથી ગાવસ્કર, સિદ્ધૂ, કપિલ અને આમિર ખાનને આમંત્રણ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમરાનની વડાપ્રધાન તરીકે તાજપોશીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની તરફથી પોતાના મુખિયા ઇમરાન ખાનની તાજપોશીને યાદગાર બનાવવા માટે પૂર્વ ભારતીય ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ઇમરાનની તાજપોશી માટે આમંત્રણની જાણકારી આપતા કહ્યું કે ભારતથી પૂર્વ ક્રિકેટ ખેલાડી સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધૂની સાથે બોલીવુડ અભિનેતા આમિર ખાનને આમંત્રણ આપ્યું છે. 

આ પહેલા સમાચાર આવ્યા હતા કે ઇમરાનની તાજપોશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે. જેનું ખંડન કરતા પ્રવક્તા ફવાદ ચૌધરીએ મંગળવારે ટ્વીટ કરીને લખ્યું કે મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી, તેમની પાર્ટી વિદેશ કાર્યાલયો સાથે વિચાર કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય લેશે. 

— Fawad Hussain (@fawadchaudhry) July 31, 2018

મહત્વનું છે કે ઇમરાન ખાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, આગામી 11 ઓગસ્ટે શપથ ગ્રહણ આયોજીત કરવામાં આવશે. પીટીઆઈ આ સમારોહને પાકિસ્તાનની આઝાદીની વર્ષગાંઠ 14 ઓગસ્ટ પહેલા કરવા ઇચ્છતી હતી. 

ઉલ્લેખનીય છે કે 25 જુલાઇએ યોજાયેલી ચૂંટણીના પરિણામમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. તેને સરકાર બનાવવા માટે 272 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં 137 સભ્યોની જરૂર પડશે. તો ઈમરાનની પાર્ટીને 116 સીટો પર જીત મળી છે અને તે બહુમત કરતા 21 સીટ દૂર છે. 

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રવક્તા ફવાદ ચૌધરીએ દાવો કર્યો કે પાર્ટીને કેન્દ્ર અને પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે જરૂરી સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. ચૌધરીએ દાવો કર્યો કે ઇમરાનની પાર્ટીને નેશનલ એસેમ્બલીમાં 168 અને પંજાબમાં 188 સભ્યોનું સમર્થન હાસિલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news