Bomb Blast ના પુરાવા આપનારને 2 કરોડનું ઇનામ, હવે આરોપીની પ્રેમિકાએ કર્યું આ કામ

અમેરિકા (US) નૈશવિલેમાં ગત વર્ષે ક્રિસમસના અવસર પર બ્લાસ્ટ કરનાર વ્યક્તિની પૂર્વ પ્રેમિકાએ કોર્ટમાં કેસ દાખલ કરવાનો અનુરોધ કર્યો છે કે તેના હુમલાવરની જાણકારી આપવા માટે જલદીથી જલદી ઇનામની પહેલાંથી જાહેર કરેલી રકમ એટલે કે લગભગ 3 લાખ ડોલર આપવી જોઇએ. 

Bomb Blast ના પુરાવા આપનારને 2 કરોડનું ઇનામ, હવે આરોપીની પ્રેમિકાએ કર્યું આ કામ

નૈશવિલે: અમેરિકા (US) નૈશવિલેમાં ગત વર્ષે ક્રિસમસના અવસર પર બ્લાસ્ટ કરનાર વ્યક્તિની પૂર્વ પ્રેમિકાએ કોર્ટમાં કેસ દાખલ કરવાનો અનુરોધ કર્યો છે કે તેના હુમલાવરની જાણકારી આપવા માટે જલદીથી જલદી ઇનામની પહેલાંથી જાહેર કરેલી રકમ એટલે કે લગભગ 3 લાખ ડોલર આપવી જોઇએ. 

ચાન્સરી કોર્ટમાં પહોંચ્યો કેસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પામેલા પેરીએ શુક્રવારે ડેવિડસન કાઉન્ટી ચાંસરી કોર્ટમાં કેસ દાખલ કરવા માટે કહ્યું કે તે હુમલાવરના રૂપમાં એંટની વોર્નરની 'ઓળખ કરવા માટે એક મોટું જોખમ ઉઠાવતાં કાનૂની એજન્સીઓની મદદ કરવા માટે આગળ આવી હતી.'

તહેવાર પર થયો હતો સુસાઇડ એટેક
એબીસી ન્યૂઝમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આરોપી હુમલાવર વોર્નરે નૈશવિલે (Nashville) માં 25 ડિસેમ્બરના રોજ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણી બિલ્ડીંગોને નુકસાન થયું હતું. 

બ્લાસ્ટ બાદ 'કેમ્પિંગ વર્ડ' ના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક્સ લેમોનિસે હુમલાવરની જાણકારી આપવા માટે બે લાખ 50 હજાર ડોલર અને નૈશવિલે કન્વેંશન એન્ડ વિઝિટર્સ કોર્પએ 34 હજાર 500 ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. 

પોલીસે એટલા માટે વધાર્યું નહી નામ
જોકે પોલીસે આ મહિલાનું નામ એટલા માટે આગળ વધાર્યું નહી કે આરોપી પકડાયો જ ન હતો. તો બીજી તરફ માર્ક્સ લેમોનિસના એક પ્રવક્તાએ WTVF ટીવીને જણાવ્યું કે હુમલાવરોના સંબંધમાં એવી સૂચનાઓ આપવા માટે પુરસ્કારની જાહેરાત કરી હતી, જેથી તેને પકડવામાં મદદ મળે. જોકે આ કેસની તપાસ ઘણી એજન્સીઓએ પોતાના સ્તર પર કરી હતી પરંતુ આરોપી પોલેસની પકડથી દૂર હતો તો ઇનામ આપવા અથવા અપાવવા તરફ કોઇનું ધ્યાન ગયું નહી.  

બ્લાસ્ટમાં મૃત્યું પામ્યો હતો આરોપી વોર્નર
જોકે તે હુમલાનો આરોપી વોર્નરનું બ્લાસ્ટમાં મોત થયું હતું, એટલા માટે તે ક્યારેય પકડાઇ શક્યો નથી. ત્યારબાદ જ્યારે ઇનામ મળવામાં મોડું થયું તો મહિલાએ કાનૂનનો દરવાજો ખખડાવતાં લગભગ પોણા ત્રણ કરોડ અમેરિકી ડોલર એટલે કે બે કરોડ રૂપિયાથી રકમ તાત્કાલિક આપવાની માંગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news