હવે આ દેશમાં જોવા મળ્યા ખેડૂત આંદોલનના પડઘા, સરકારે લીધો મોટો નિર્ણય

સિંગાપુરના અધિકારીઓએ સોમવારે કહ્યું કે 'પોલીસે કોઈ પણ ખાસ હેતુસર થનારી સભાઓની ક્યારેય મંજૂરી આપી નથી.'

હવે આ દેશમાં જોવા મળ્યા ખેડૂત આંદોલનના પડઘા, સરકારે લીધો મોટો નિર્ણય

સિંગાપુર: સિંગાપુર (Singapore)  પોલીસે મંગળવારે કહ્યું કે તેઓ એવી સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહ્યા છે જેમાં પ્રદર્શનકારી ભારતીય ખેડૂતો (Farmers) ના સમર્થનમાં વગર મંજૂરીએ અહીં લોકોને ભેગા થયેલા બતાવવામાં આવ્યા છે અને આ સાથે જ 'કડક સંદેશ' પણ આપ્યો છે કે તેઓ બીજા દેશના રાજકીય મામલાઓ મુદ્દે સભાઓ કરવાની મંજૂરી આપશે નહીં. 

નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની હરિયાણા અને ઉત્તર પ્રદેશ સંલગ્ન સરહદો પર 26 નવેમ્બરથી હજારો ખેડૂતો ડેરો જમાવીને બેઠા છે. સિંગાપુરના અધિકારીઓએ સોમવારે કહ્યું કે 'પોલીસે કોઈ પણ ખાસ હેતુસર થનારી સભાઓની ક્યારેય મંજૂરી આપી નથી.'

સિંગાપુર પોલીસ બળ (SPF)એ 'કડક સંદેશ' પણ બહાર પાડ્યો કે શહેરમાં પોલીસની મંજૂરી વગર જનસભાઓ આયોજિત કરવી કે તેમા ભાગ લેવો એ ગેરકાયદેસર છે. આ સાથે જ તેણે કહ્યું કે તેઓ અન્ય દેશોના રાજકીય મામલાઓ સંબંધે સભાઓ યોજવાની મંજૂરી આપશે નહીં. 

'ચેનલ ન્યૂઝ એશિયા'ના અહેવાલમાં એસપીએફના હવાલે કહેવાયું છે કે 'સિંગાપુર આવનારા કે અહીં રહેતા વિદેશીઓએ અમારા કાયદાનું પાલન કરવું જોઈએ. કાયદાનો ભંગ કરનારાઓ પર કડક કાર્યવાહી થશે અને જરૂર પડી તો તેમના વિઝા કે કામ કરવાના પાસ રદ થઈ શકે છે. '

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news