શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન હશે યૂએઈના નવા રાષ્ટ્રપતિ

UAE New President: સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મામલાના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન પર દુખ વ્યક્ત કરતા 40 દિવસનો શોક રાખવાની જાહેરાત કરી છે. 

શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન હશે યૂએઈના નવા રાષ્ટ્રપતિ

અબુધાબીઃ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનનું શુક્રવારે નિધન થઈ ગયુ હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિની ખુરશી ખાલી થઈ હતી. હવે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન યૂએઈના નવા રાષ્ટ્રપતિ હશે. 13 મેએ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂધાબીના શાસક હિજ હાઇનેસ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનનું નિધન થઈ ગયુ હતું. 

સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મામલાના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન પર દુખ વ્યક્ત કરતા 40 દિવસના શોકની જાહેરાત કરી છે. આ સિવાય તમામ મંત્રાલયો અને ખાનગી સેક્ટરમાં ત્રણ દિવસ સુધી કામકાજ બંધ રહેશે. 

— ANI (@ANI) May 14, 2022

ભારતમાં એક દિવસનો શોક
તો આજે દિવંગત ગણમાન્ય વ્યક્તિના સન્માનમાં ભારતમાં એક દિવસનો રાજકીય શોક છે. સંદેશ અનુસાર, એક દિવસના રાજકીય શોક દરમિયાન સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રાખવામાં આવ્યો છે અને મનોરંજનનો કોઈ સત્તાવાર કાર્યક્રમ આજે નથી. 

પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન પર શુક્રવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યુ કે, તેમના નેતૃત્વમાં ભારત અને યૂએઈના સંબંધ સમુદ્ધ થયા. નાહયાનનું શુક્રવારે નિધન થયુ હતું. તેઓ 73 વર્ષના હતા. શેખ ખલીફા નવેમ્બર 2004થી યૂએઈના રાષ્ટ્રપતિ અને અબૂધાબીના શાસકના રૂપમાં સેવાઓ આપી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news