Loose Motions: અચાનક ઝાડા થઈ ગયા છે તો ગભરાવવાની જરૂર નથી, આ રીતે દૂર કરો સમસ્યા

How To Cure Loose Motions: ઝાડા થઈ જવા પર આખુ શરીર નબળું થવા લાગે છે કેમ કે બોડીમાંથી જરૂરી ન્યુટ્રિએન્ટ્સની અચનાક ઘટ થવા લાગે છે. એવામાં તમે શું ઉપાય કરી શકો છો.

Loose Motions: અચાનક ઝાડા થઈ ગયા છે તો ગભરાવવાની જરૂર નથી, આ રીતે દૂર કરો સમસ્યા

Loose Motions Home Remedies: ઉનાળાની સીઝનમાં ઘણી વખત પેટની સમસ્યા ઉભી થવા લાગે છે. જેમાંથી એક અચનાક ઝાડા થઈ જવા. તેમાં મળ નોર્મલથી વધારે પાતળું થઈ જાય છે. જેના કારણે પેટમાં દુ:ખાવો અને શરીરમાં નબળાઈ આવવા લાગે છે. જો કે, આવી સ્થિતિમાં તમારે ગભરાવવાની જરૂર નથી કેમ કે, ઘરેલું નુસ્ખાની મદદથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

ઝાડા થાય તો શું કરવું?
1. ઝાડાની સમસ્યા તમે દવા ખાધા વગર દૂર કરવા માંગો છો તો દાદીના જમાનાના ઘણા ઉપાયો અપનાવી શકો છો. આશા છે કે તેનાથી જલદી આરામ મળી જશે.

2. જ્યારે ઝાડા થયા છે તો તેની સાથે શરીરમાંથી પાણી ઘટવા લાગે છે. એવામાં બોડીને હાઇડ્રેટ રાખવું જરૂરી હોય છે. આ માટે તમારે એક લીટર પાણીમાં 5 ચમચી ખાંડ અને થોડું મીઠું મિક્સ કરી તેને થોડી થોડી વારે પીતા રહો.

3. અજમો એક એવો મસાલો છે જે પેટ માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. થોડા અજમાને 15 મીનિટ સુધી ધીમા તાપે શેકો અને પાણી સાથે તેનું સેવન કરો.

4. ઝાડા દરમિયાન કોઇપણ એવી વસ્તુ ના ખાવી જોઇએ જે ડાઈજેશનમાં મુશ્કેલી ઉભી કરે. વધારેમાં વધારે હળવા તરલ પદાર્થ લો જેમાં ફળનું જ્યુસ, નારિયેળનું પાણી વગેરે સામેલ હોય.

5. મીઠું અને લીંબુનું કોમ્બિનેશન શરી માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ પેટને રાહત પહોંચાડે છે.

6. ઉનાળામાં દહીં ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારદ માનવામાં આવે છે. કેમ કે, આ પ્રીબાયોટિક ફૂડથી પેટને ઠંડક મળે છે. જેના કારણે ઝાડાની સમસ્યા દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news