સાઉદી અરબના સૌથી શક્તિશાળી વ્યક્તિને અમેરિકાએ મોકલી નોટિસ
અમેરિકાના સુપ્રીમ કોર્ટ (US Court) એ સાઉદી અરબ ( Saudi Arabia) ના ક્રાઉન પ્રિંસ મોહમંદ બિન સલમાન વિરૂદ્ધ હત્યાના પ્રયત્નના કેસમાં નોટિસ મોકલી છે. આ નોટિસ ક્રાઉન પ્રિંસને પૂર્વ ટોચના ગુપ્તચર ઓફિસર ડો. સાદ અલઝબરી (Dr. Saad Alzabri) ની હત્યાના પ્રયાસ અને આરોપને લઇને મોકલવામાં આવી છે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના સુપ્રીમ કોર્ટ (US Court) એ સાઉદી અરબ ( Saudi Arabia) ના ક્રાઉન પ્રિંસ મોહમંદ બિન સલમાન વિરૂદ્ધ હત્યાના પ્રયત્નના કેસમાં નોટિસ મોકલી છે. આ નોટિસ ક્રાઉન પ્રિંસને પૂર્વ ટોચના ગુપ્તચર ઓફિસર ડો. સાદ અલઝબરી (Dr. Saad Alzabri) ની હત્યાના પ્રયાસ અને આરોપને લઇને મોકલવામાં આવી છે.
કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમનમાં ક્રાઉન પ્રિંસ (Saudi Crown Prince) ઉપરાંત 12 અન્ય લોકોના નામ પણ સામેલ છે. જેમાં સાઉદી શાહી અદાલતના પૂર્વ સલાહકાર સાઉદી અલ-કાતાની, સૈન્ય ગુપ્તચર વિભાગના પૂર્વ પ્રમુખ અલ-અસીરી, એમબીએસ બધર અલ-અસકરના ટોચના સહયોગી અને અમેરિકી નાગરિક લૈલા અબુલજદયાલ (મૈસાચુએટ્સ) અને યુસુફ અલ-રાજહી (વર્જીનિયા) છે. US કોર્ટે રાજકુમારને નક્કી કરવામાં આવેલી તારીખ અને સમય પર કોર્ટમાં હાજર ન થવાની ચેતાવણી આપી છે.
સાઉદીના પૂર્વ ઇંટેલીજન્સ ઓફિસરનું કહેવું છે કે ક્રાઉન પ્રિંસે તેમને મારવા માટે કાવતરું રચ્યું હતું. અલઝબરીનું કહેવું છે કે ક્રાઉન પ્રિંસએ તેમને ખતમ કરવા માટે પોતાની ટાઇગર સ્ક્વોડ નામની એક ટીમ મોકલી હતી. તાજેતરમાં જ અલઝબરીએ અમેરિકી કોર્ટમાં પ્રિંસ ક્રાઉન વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે ફરિયાદ દરમિયાન અલઝબરીએ એ પણ દાવો કર્યો કે મોહમંદ બિન સલમાનએ પત્રકાર જમાલ ખશોગીની હત્યા બાદ તેમને મારવાનું કાવતરું રચ્યું હતું.
કોર્ટે તેમને આપેલા દસ્તાવેજમાં પૂર્વ ગુપ્તચર વિભાગના ઓફિસરે કહ્યું કે 'પ્રિંસ સલમાનને એમબીએસ ( MBS)ના રૂપમાં ઓળખવામાં આવે છે. જ્યારે તે સાઉદીથી કેનેડા (Canada) જતા રહ્યા હતા ત્યારે તેમને એક વર્ષ બાદ હિટ ટીમને તેમની હત્યા કરવા માટે ત્યાં મોકલ્યા હતા. જોકે તેમનો પ્લાન ફેલ થઇ ગયો અને તે સહી સલામત રહ્યા.'
અલઝબરીએ કોર્ટમાં પોતાના બે બાળકો સારા અને ઉમરની ધરપકડ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે માર્ચમાં ગાયબ થઇ ગયો અને ત્યારબાદ મે મહિનામાં તેમના ભાઇની ધરપક્ડ કરવામાં આવી હતી. પ્રિંસે તેમના બાળકોને સાઉદી અરબ છોડતાં પહેલાં અટકાવ્યા હાઅ. સાઉદી ટીમ 9 મહિના પહેલાં તેને મારવા માટે કેનેડા પહોંચી હતી. હાલ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સમુદાયના ક્રાઉન પ્રિંસ દ્વારા લઝબરી સાથે બદલો લેવાના પ્રયત્નો પર નજર રાખી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે